Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૧૯૩૨ ની કવિતા
કુંડાળું કાંકરી પડશે જલમાં તણાય, કાંઠા ભણું પળપળે સરતું જણાય;
હું” શૂન્ય–સાગર-જલે પડતાં શું પામ્યું વિસ્તાર વિશ્વતણું વર્તુલ –કેમ જાણું? હું' મધ્યબિન્દુ મટતાં, પ્રભવ્યો “હુંથી જે આકાર વર્તુલકણો, મટી શું જશે તે ?
નલિન મણિશંકર ભટ્ટ
જીવનધૂપ (વંશસ્થ)
(૧) ઉદ્યાનમાં મંડપ કેળસ્તંભના રેયા, રચી મેં શત સ્વર્ણવેદિકા, રંગોળીની રમ્ય ગૂંથેલ આકૃતિ, નાચે પતાકા વનરાવલિ.
હોમાં હવિષ્યાન્ન વૃતાદિ કે બલિ, પ્રદીપ્ત જવાલા ક્રતુની ભભૂકતી; ભંડાર હોમ્યા ધનરાશિદાનથીઃ સુગંધ વ્યાપી નભ યજ્ઞધૂપની.
પ્રભાતને બ્રાહ્મમુહૂર્તકાલ હું એકાંતમાં મંદિર દ્વારા ઠેલતે; જલાવત સપ્તશિખાની આરતિ, સ્તોત્રો યશોગાન તણાં અલાપતો. જલે તહીં નિશ્ચલ દીપતિઓ, પેટાવતો અંતર-દીવડે ઉરે; એકાત્મતા પુણ્ય–સ્વરૂપ પામત: સુગંધ વ્યાપી ઉર જ્ઞાનધૂપની
૧૬૭

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280