________________
ગ્રંથકાર ચરિત્રાવલી
છોકરા જોડે રમવા કરવાનું થતું, મારે બચપણને દસ્ત આદીતરામ નથુરામ હતા.
પાંચ વરસ પુરા થયા પછી મારા મામા મને સરકારી ગુજરાતી નિશાળે બેસાડી આવ્યા. મારા મહેતાજી મુકુંદરામ આશારામ કરીને તાળા બ્રાહ્મણ હતા. તેમની નિશાળ મારા મોસાળના ફળીઆની નજીકમાંજ હતી, એટલે મને ભણવા જવાનું ઘણું સરળ હતું.
તે વખત સરકારી નિશાળ શહેરમાં આવ્યાને આઠ વરસ થયાં હતાં. શિક્ષણ પદ્ધતિ ગામઠી નિશાળો કરતાં જુદી હોવાથી લોકને વિચિત્ર લાગતું. મારા મામા તથા મારા કાકા જગન્નાથ પણ એજ મહેતાજીના હાથ તળે શીખેલા. પ્રથમ વર્ણમાળા શીખવતા એટલે શું આ આદિ સોળ સ્વર અને ૪ ૪ આદિ છત્રીસ વ્યંજનથી આરંભ થતો. તે શીખવાનાં સાધન ઘણું સારાં હતાં એટલે મેટા સુશોભિત અક્ષર કાગળ પર છાપેલા ને તે પાટી પર ચડેલા. વર્ગની સન્મુખ મુકી તે પરથી બોલતાં તથા લખતાં શિક્ષકે શીખવતા. શીક્ષકે એટલે પગારદાર ભણાવનારા નહીં, પણ ઉપલા વર્ગના વડા નિશાળીઆ વારાફરતી ભણાવતા. તે વખતે સ્લેટે મળતી નહોતી માટે પાટી પર સફેતાના પાણી વડે લખતા. ઘણી ગમત સાથે બાવન અક્ષર આવડ્યા એટલે મહેતાજીએ અમારા વર્ગની પરીક્ષા લઈ મને ઉપલા વર્ગમાં મુક્યો. ત્યાં બારાખડી શીખવાની આવી. તેના પણ ઉપર પ્રમાણેજ ભવ્ય અક્ષર છાપેલા કાગળો પાટી પર ચડેલા ને ઘડી પર ટાંગેલા હતા. છત્રીસ વ્યંજનની બારાખડી શીખી પરીક્ષા આપી હું ઉપલા વર્ગમાં ચડે એટલે જોડાક્ષર, પછી એકાક્ષરી, બે અક્ષરના, ત્રણ અક્ષરના એવા સાત અક્ષરના શબ્દો લગી ભણવાનું કામ ચાલ્યું. સાત અક્ષરના શબ્દો વાંચતાં લખતાં શીખવ્યા પછી શબ્દોના અર્થો શીખવતા, આવી રીતે વર્ણમાળા પુરી થાય એટલે ચોપડી લેવાનો વખત નિશાળીઆને આવતે-તે ચોપડીનું નામ લીધીધારા–જે બધા વર્ગો તથા શબ્દો મોટા કાગળ પર છાપેલા હતા તે બધા ઝીણે અક્ષરે ચોપડીમાં છાપેલા ને તેની સાથે કેટલીક નાની નાની વાર્તાઓ હતી તે વાંચતાં શીખવું પડતું. સારી વાંચનશક્તિ આવવાને નાના છોકરાને બે વરસ લાગે. ' ઉપલો ક્રમ સવારના શિક્ષણને કહેવાય. એ શીક્ષણમાં બે લીપી ચાલતી, બાળબોધ (એટલે દેવનાગરી) તથા ગુજરાતી. બપોર પછીના
૨૮