________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
હાવાથી, માંદા સાજા ચાલવાથી નવ વર્ષોંની વયે તેમણે મારૂં લગ્ન કરી નાખ્યું.
આમેદની સરકારી ગુજરાતી શાળામાં ચારેક વર્ષ અભ્યાસ કર્યાં પછી રૂા. ૩જીની સ્કાલરશીપ મળવાથી હું સન ૧૮૬૨ ની સાલમાં અંગ્રેજી અભ્યાસ કરવા સુરત ગયા, અને ત્યાં ગોપીપૂરા બ્રાંચ સ્કૂલમાં દાખલ થયા, જ્યાં હેડમાસ્તર રા. સા. નવલરામ લક્ષ્મીરામ હતા. સૂરતથી દોઢેક માસમાં મે માસની રજા પડતાં હું ધેર આવ્યા. સૂરતમાં રહેવાની અનુકૂળતા તથા ખાનપાનની જોગવાઇ ઠીક ન હેાવાથી હું કેંદ્રમાંથી છૂટેલા કેદી જેવા દુર્ગંળ થયા હતા, એથી મારા પિતાએ ફરી મને ત્યાં મેકલવાનું માંડી વાળ્યું. મારા પિતા ત્રણ મળે તેરનું જોર કરે એવા હતા. તેમના શેાખી સ્વભાવથી તે “ રાજારામ ભાઉ” કહેવાતા; ભાઉ સાહેબે કહેવાતા જેમ “ ભરમ ભારી ખિસ્સા ખાલી ” હાય છે, તેમ તેમને થયું હતું. આથી તંગી રાખવા અને દેવું વાળવા તેમણે કપાસના વ્યાપારના સટ્ટો કર્યાં, જેમાં, “ લેવા ગઈ પૂત અને ખાઈ આવી ખસમ જેવું તેમને થયું. વૃદ્ધાવસ્થામાં તેમની આ દશા થવાથી અભ્યાસમાં આગળ વધવાની આશા મેં માંડી વાળી, અને સન ૧૮૬૫ના ફેબ્રુઆરીમાં રૂા. ૧૦) ના આસિસ્ટંટ મહેતાજીની નેકરીમાં સીતપેાણ ટંકારીઆ ગામની નિશાળમાં જોડાયા. ત્યાંથી પાંચેક મહિના પછી રૂા. ૭) ની સ્કાલરશીપ લેઇ હું જુલાઈ માસમાં સુરત ટ્રેનિંગ સ્કૂલમાં દાખલ થયા.
હવે હું પૂર્વાવલોકનમાં મારી ખાલ્યા અને કિશારવય તરફ જરા દિષ્ટ કરાવીશ. નાનપણથીજ હું રસીક, પ્રેમી અને વાચાળ હતા. ગામમાં માણભટ્ટ ભારતની કથા કરવા આવતા તેમની ભારત કથા ભાવથી હુ એકાગ્ર ચિત્તે બહુ પ્રેમથી સાંભળતા, અને રાત્રિએ જે સાંભળ્યું હોય તે મારા સંબંધી કે પાડેાશીને દિવસે વ્યાસની રીતે થાડું ઘણું ગાઇ સંભળાવતા હતા. બાળપણથીજ મને કવિતાના છંદ હતા. ચોથી ચેપડી શીખતે હતા ત્યારે તે ચાપડીમાંની લેાભીયા બ્રાહ્મણની વાત કવિતામાં સ્લેટમાં લખીને મે મારા સાબતીને બતાવી હતી; તથા તેજ રીતે સાતમી ચેપડી શીખતા હતા ત્યારે મગા પાર્કની વાત કવિતામાં લખી ચેાપડીમાં રાખી હતી. સેાળ વર્ષની વય પછી મિત્રા સાથના પત્ર વહેવાર બહુધા કવિતામાં ચલવતા હતા. હું ઉદ્યોગ કે બુદ્ધિ જેનામાં દેખું તેને બહુ ચહાતા. નાનપણમાં આવી ચાહનાનું પાત્ર મારા મિત્ર રા. સા. ગણપતરામ અનુપરામ
૧૫