________________
પ્રચકાર ચરિત્રાવલી
રા. સા. જનુભાઇ અચરતલાલ સૈયદ
એએ અમદાવાદના વતની અને નાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. એમને જન્મ અમદાવાદમાં તા. ૪થી જાન્યુઆરી સન ૧૮૭૮ના રાજ થયા હતા. એમના પિતાશ્રી અચરતલાલ જીવણલાલ સૈયદ લાંબા સમય સુધી અમદાવાદની હાઇસ્કુલમાં શિક્ષક હતા અને એમના હાથ નીચે શિક્ષણ પામેલા સેંકડા વિદ્યાર્થીઓ અદ્યાપિ એમને પ્રેમથી યાદ કરે છે. એમના માતુશ્રીનું નામ સૌ. ત્રંબકબા હતું. એમનું લગ્ન સન ૧૮૯૨ માં સૌ. વીરમતીમ્હેન માણેકલાલ સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એમણે અમદાવાદમાં કર્યાં હતા. સન ૧૯૦૨માં તેઓ અંગ્રેજી તથા સંસ્કૃત ઐચ્છિક વિષય લઇને ખી. એ. થયા હતા અને પિતાના પગલે અનુસરી તેએ કેળવણી ખાતામાં જોડાયા હતા. ચાલુ વર્ષોંમાં તેઓ ખેડા જીલ્લાના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા છે. એમની બાહેાશી અને હેશિયારી માટે એટલું કહેવું ખસ થશે કે રિટાયર થતાં આગમચ સરકારે એમને રાવસાહેબના ઈલ્કાબ બક્ષીને એમની નાકરીની કદર કરી હતી. એવી રીતે ખેડા જીલ્લાની પ્રજાએ પણ જુદે જુદે ઠેકાણે એમના માનમાં મેળાવડે કરી, એમના પ્રતિનું માન અને ચાહ દર્શાવ્યાં હતાં.
સાહિત્ય પરિષદ મંડળ તરફથી તૈયાર થયેલાં ક્રમિક પાઠય પુસ્તકમાળાના પહેલા એ ભાગ શ્રીયુત પ્રાણલાલ દેસાઇ સાથે એમણે તૈયાર કર્યા છે. કેટલાક સમય તેએ ગુજરાત સાહિત્ય સભાના ઉપ-પ્રમુખ અને સભા માટે ‘દલપતસાર’ એ નામનું પુસ્તક તૈયાર કરી આપ્યું હતું. વળી પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કાલેજના વાઇસ-પ્રિન્સિપાલ તથા પ્રિન્સિપલ તરીકે પણ એમને ગુજરાતી ગ્રંથા જોવા તપાસવાનું પુષ્કળ કામ કરવું પડતું. કેળવણી ખાતા તરફનાં થોડાંક પુસ્તકોનાં ભાષાંતર પણ કર્યા છે, અને ગુજરાત શાળાપત્રના ઉપતંત્રી તથા તંત્રી તરીકે લેખા લખેલા છે.
અમે ઈચ્છીએ છીએ કે એએ એમને નિવૃત્તિ કાળ સાહિત્ય પ્રવૃત્તિમાં ગાળી, પ્રજાને એમના પરિપક્વ જ્ઞાન અને વિદ્વતાને લાભ આપશે.
૧. ક્રમિક પાઠયપુસ્તક ભાગ ૧
૨
2.
12
:: એમની કૃતિઓ :
:
,,
99
૧૨૬
લખ્યા સાલ પ્રકાશન.
સન ૧૯૨૮
૧૯૩૧
,,,,
,,