Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 262
________________ હરિલાલ નરસિંહરામ વ્યાસ હરિલાલ નરસિંહરામ વ્યાસ એઓ જ્ઞાતે ઔદિચ્ચ ટોળકીઆ બ્રાહ્મણ અને માતરના વતની છે. એમનો જન્મ સન ૧૮૬૩માં તા. ૨૦ મી જુને ભાતરમાં થયો હતો. એમના પિતાનું નામ નરસિંહરામ શિવરામ અને માતુશ્રીનું નામ બાઈ જેકેર બાપુજી છે. એમનું પ્રથમ લગ્ન સં. ૧૯૩૭માં બાંધણી ગામમાં સૌ. ગિરજાબહેન સાથે થયું હતું, પરંતુ તે સં. ૧૯૪૪માં મૃત્યુ પામતાં એમનું બીજી વારનું લગ્ન સં. ૧૯૪૭માં સી. સરસ્વતી સાથે વડોદરામાં થયું હતું; વહુ તે બાઈ અર્ધદગ્ધ હોવાથી એમણે ત્રીજીવારનું લગ્ન સાત વર્ષની મુશિબતી અને દુઃખમાં કાઢયા બાદ સં. ૧૯૫૪માં સૌ. કમળા સાથે કર્યું હતું. તે બાઈ સન ૧૯૧૮માં ગુજરી ગયાં હતાં. એમનાં બીજીવારનાં સ્ત્રી હયાત છે. પ્રથમ વારની સ્ત્રીના મૃત્યુ પછી તુરતમાં એમના પિતા દેવલોક થયેલા તેથી એમના મનને આઘાત પહોંચ્યું હતું અને ધર્મ પ્રતિ એમનું વલણ ગયેલું ત્યારથી સાહિત્ય અને ધર્મપુસ્તકોના તરજુમા કરવાનું શરૂ કર્યું. તેમણે પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૅલેજનું સિનિયર વર્ગનું સર્ટિફીકેટ મેળવ્યું હતું. આખી જીંદગી શિક્ષક તરીકે ગાળી હતી. હમણું તેઓ રીટાયર થઇને પ્રભુ ભજનમાં દિવસે નિર્ગમન કરે છે. એમના રઘુવંશને તરજુમે બે ત્રણ સર્ગને “બુદ્ધિપ્રકાશ' માં તે વખતના તંત્રી બાલાશંકર ઉલ્લાસરામે છા હત; અને શ્રીયુત છોટાલાલ નરભેરામ ભટ્ટની ભલામણથી ઓનરરી સેક્રેટરી લાલશંકરભાઈએ એમનાં સંસ્કૃત પુસ્તકના અનુવાદ રઘુવંશ, કિરાતાજુનીય કાવ્ય, શિશુપાલ વધ વગેરે સોસાયટી તરફથી છપાવવા સ્વીકાર્યું હતું. આ ભાષાન્તરે દ્વારા પણ તેઓ સાહિત્યના કેટલા સાચા અભ્યાસી છે, તે દેખાઈ આવ્યા વિના રહેતું નથી. સંસ્કૃત કાવ્ય સાહિત્યના અભ્યાસીને આ ગ્રંથે દીવાદાંડીરૂપ થઇ પડે તેવા છે. .:: એમની કૃતિઓ :: ૧. શ્રીમદ્દ ભગવદગીતા અને અષ્ટાવક્રગીતા ગુજરાતી કવિતામાં ભાષાન્તર સન ૧૮૯૨ ૨. રઘુવંશ (ગુ. કવિતામાં ભાષાન્તર) , ૧૮૯૭ ૩. કિરાતાજુનીય કાવ્ય (ગુ. ટીકા સાથે) , ૧૯૦૩ ૪. શિશુપાલવધ—પૂર્વાર્ધ– , ૧૯૦૮ ૫. , –ઉત્તરાર્ધ , ૧૯૧૦ ૬. શ્રી યજુર્વેદીય પુરુષસૂક્ત (ગુ. ભાષ્યરૂ૫) ૧૯૩૩ ૧૫૭

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280