________________
ગ્રંથકાર ચરિત્રાવલી
જણાવે છે તેમ કવિતા કૃશાંગી છે. તે પણ આપણે કહી શકીએ કે એમાં ગંભીરા જેટલું ઊંડાણ અને તેટલો જ શાન્ત સ્વચ્છ વેગ નજરે પડે છે.
સશોક કહેવું રહે છે કે ઉત્તમ રસગીતના અભાવ જેવો જ અભાવ સ્ત્રીકવિઓને છે. ગૂજરાતે પોતાની કન્યાઓને કવિતા કલામાં પ્રેરવાનો અને પ્રવેશ કરાવવાને સમય ક્યારનો ય આવી પહોંચ્યો છે. વારસો છે, સંસ્કાર છે, રસજીવન છે તો કવિતાકળા કેમ ન હોય ? અને આટલી ઊણપ સત્વર પૂરાશે એ આશા વ્યર્થ નથી.
દેશળજી પરમાર
૧૬૦