________________
૧૯૩૨ ની કવિતા
કૃતિએમાં પ્રવેશી છે. ભાવનામય સ્પષ્ટ વિચારસૃષ્ટિ અને સરળ પ્રવાહી ભાષાશૈલીમાં અગ્રપદે જેમ ભાઈ રામપ્રસાદ શુક્લ આવે છે તેમ ભાઈ ‘ સુન્દરમ્ ” પણ પોતાના નિરાળા વ્યક્તિત્વથી વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
યૌવનની કાચી તાજપ, સ્વાર્પણુની ધગશ, સેવાભાવ, આદર્શો સ્વ×દૃષ્ટિ અને વિચારસૃષ્ટિ, ઊંચી મહત્ત્વાકાંક્ષા, વણમ્હારી કલ્પનાએ, ડાં અનુક ંપના, એ બધું આજના યુવાન કવિએની કૃતિઓમાં દેખા દે છે, તથા એ સૌ વચ્ચે આત્મવિશેાધનની ગંભીર પ્રજ્ઞાને પ્રવાહ સુતરના તાંતણા જેમ સાંસરવા વહે છે. તે સાથે આદર્શ જીવનની ભાવનામયતા પણ ગૂંથાએલી રહી છે. સમયવ્યાપી અહિંસાધર્મને અંગે બુદ્ધપૂજા, દીન જતાની દયા અને આપભાગની એષણા વિશેષ રૂપે પ્રગટે છે.
શ્રી ખબરદાર અને શ્રી ‘શેષ' તેા સિદ્ધહસ્ત કલાકારા છે તે ગૂજરાતવિખ્યાત છે. યુવાન કવિઓમાં અગ્રણી ભાઇશ્રી ચન્દ્રવદનની શક્તિઓ પણ જાજવી જીવનપ્રવૃત્તિઓમાં થઈ ને નવીન કલારૂપે। સર્જાવતી વહે છે. ભાઇશ્રી રામપ્રસાદ તેમજ કૃષ્ણુલાલ શ્રીધરાણી અને ઉમાશંકર હજુ છેલ્લા વર્ષોમાં જ પત્રા દ્વારા પ્રકાશિત થયા છે, છતાં ખીજાના પ્રમાણમાં એમના કાવ્યગુણો અધિકાંશે ચડિયાતા છે. ઉમાશંકર, ઈન્દુલાલ, સુન્દરમ્ , સુંદરજી ગા, બેટાઇ અને મનઃસુખલાલે ખંડકાવ્યેાના પ્રદેશમાં પાંખા ફફડાવી છે એ સ્તુત્ય છે. કવિતા પોતે પૂર્ણ આનંદભરી છે એટલે જ વિશેષ સેવ્ય છે એમ મનાય તો જ કાવ્યોની રિદ્ધિસિદ્ધિ વધે. ગુજરાતના ક્ષેત્રફળ અને પ્રજાવિસ્તારના પ્રમાણમાં કવિસંખ્યા અતિશય જૂજ છે. ગુજરાતની કવિતા કૃશાંગી મતી પૂર્ણ પ્રફુલ્લાંગી બને એ સારુ કાવ્યલેખકા, પત્રકારા અને નિકા પાતપાતાના યથેચ્છ ભાગ લેશે તે એ પાકસમય બહુ દૂર નથી. આજે તે આ સરસ ખીજાંકુરા જોઇને જ રાચીએ.
એક રીતે જેમ ‘લાલલાલ’નું ટાહ્યલું ઓછું થયું છે અને તેને બદલે ધીરગંભીર ભાવાવાળી કવિતા જન્મી છે તેમ બીજી રીતે છેલ્લાં વર્ષોમાં જણાતા ઉત્તમ રસગીતાના અભાવ પણ ઈચ્છવાયેાગ્ય નથી. વિષયાનું વૈવિધ્ય આવ્યું છે એ ખરૂ, પરંતુ છંદવૈવિધ્ય બહુ જ એછું છે. પ્રધાનપણે અગેય પૃથ્વી છંદ રહ્યો છે. ખીજા પ્રચલિત છંદોમાં નવીનતા લાવવાના પ્રયત્ન પણ થયા છે. લેખનશૈલી સંયમભરી ને વિવેકવતી, એટલે સૌમ્ય સંસ્કારવાળી બની છે. જોકે જોઈએ એવી ભવ્ય હિ તે। બલવતી તે છે જ. રસ અને અલંકાર આછા છે. પરિણામે કૌમુદીકાર પોતાના વાર્ષિક સાહિત્યાવલેાકનમાં
૧૫૯