Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 261
________________ ગ્રંથકાર ચરિત્રાવલી હરસિદ્ધભાઈ વજુભાઈ દીવેટિયા એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ; અમદાવાદના વતની અને જન્મ વડેદરામાં તા: ૧૭ મી ફેબ્રુઆરી ૧૮૮૬ (સં. ૧૯૪ર ના મહા સુદિ ૧૪) રોજ થયું હતું. એમના પિતાશ્રીનું નામ વજુભાઈ હીમતભાઈ અને માતુશ્રીનું નામ ઈશ્વરબા હતું. એમનું બીજું લગ્ન સન ૧૯૧૭ માં પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવના પુત્રી શ્રીમતી જૈલીહેન સાથે થયું હતું. - સ્કુલ અને કોલેજમાં એમની કારર્કિદી યશસ્વી હતી. સન ૧૯૦૬ માં તેમણે ગુજરાત કૅલેજમાંથી તત્ત્વજ્ઞાનનો વિષય લઈને બી. એ. ની પરીક્ષા તે વિષયમાં પ્રથમ નંબરે ધીરજલાલ મથુરાદાસ ઑલરશીપ સાથે પાસ કરી, ત્યાં સન ૧૯૦૭ તથા ૧૯૦૮ માં દક્ષિણ ફેલો નિમાયા હતા; અને સન ૧૯૦૮ માં એમ. એ. ની પરીક્ષા તત્વજ્ઞાનનો વિષય લઈને પહેલા વર્ગમાં પાસ કરીને તેલંગ ચંદ્રક અને ઈનામ મેળવ્યા હતા. તે ઉપરાંત યુનિવર્સિટી તરફથી હરિફાઈ નિબંધ લખીને કરસનદાસ મૂળજી ઈનામ સન ૧૯૦૮ માં પ્રાપ્ત કર્યું હતું, અને સન ૧૯૦૯ માં તેમણે એલ એલ. બી. ની પરીક્ષા પાસ કરી હતી. - થોડે વખત તેઓ સંયુક્ત પ્રાંતમાં બરેલી કૅલેજમાં તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કરી આવ્યા હતા; પણ દૂર પ્રદેશમાં રહેવાનું અનુકૂળ નહિ થવાથી મુંબાઈમાં આવીને સને ૧૯૧૨ માં મુંબઈ હાઈકેટમાં વકીલાત શરૂ કરી હતી. | મુંબાઈના વકીલોમાં એમની પ્રેકિટશ ધીકતી છે અને નામાંકિત વકીલોમાં એમની ગણના થાય છે. એમની બાહોશી અને કાર્યદક્ષતાને લઈને તેઓને મુંબઈની બાર કૌન્સિલના સેક્રેટરી ચુંટી કાઢવામાં આવ્યા હતા. એમના ચાલુ ધંધામાં તેઓ ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિ સાથે સંસર્ગ રાખી રહ્યા છે. મુંબાઈની શ્રી ફેંર્બસ ગુજરાતી સભાના તેઓ નરરી સેક્રેટરી છે; અને ગુ. વ. સંસાઈટીને એમણે સન ૧૯૧૪ માં વિલિયમ જેમ્સના હોટા પુસ્તક પરથી “માનસશાસ્ત્ર’ નું પુસ્તક લખી આપ્યું હતું; અને તે ટ્રેનિગ કૅલેજમાં પાઠય પુસ્તક તરીકે વપરાય છે. વળી તેઓ સાર્વજનિક સેવા કરવામાં પાછા પડતા નથી. વાંદરા મ્યુનિસિપાલટીના છેલ્લા ત્રણ વર્ષથી તેઓ એક સભ્ય છે. હમણાં જ સમાચાર બહાર આવ્યા છે કે તેમની ટુંક મુદ્દત માટે મુંબાઈ હાઈકોર્ટના જડજ તરીકે નિમણુંક થઈ છે. ગુજરાત તે માટે મગરૂરી લઈ શકે. :: એમની કૃતિઓ : ૧ માનસશાસ્ત્ર સન ૧૯૧૪ ૧૫૬

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280