________________
ગ્રંથકાર ચરિત્રાવલી
એજંટ હતા. લડાઈ પછી માલના ભાવમાં જે ઉથલપાથલ થઈ તેને લીધે કમનશીબે એમને મોટો ફટકો લાગ્યો, અને એક વેળાની એમની ધીકતી પેઢી, કોઠારી, સુતરિયાની કું. સને ૧૯૨૧ માં બંધ પડી. ત્યાર પછી જુદી જુદી દેશી તેમજ યુરોપિયન ઑફિસોમાં વેજીટેબલ ઘી ખાતાના મેનેજર તરીકે કામ કરી સને ૧૯૩૧ ના માર્ચમાં એઓ નિવૃત્ત થયા, અને હાલ નવસારી ખાતે શાંત જીવન ગાળે છે.
એઓ અચ્છા એમેચ્યોર ફોટોગ્રાફર છે. જ્યોતિષને પણ એમણે ઉડે અભ્યાસ કર્યો છે.
નિશાળમાં ભણતા હતા ત્યારે એમને માસિકોમાં અને વર્તમાનપત્રમાં લખવાનો છંદ લાગ્યો હતો. પણ કૅલેજમાં ગયા પછી બૈરી છોકરાંને ભૂખે મારવાને એ ધંધે એમણે સદંતર છેડી દીધો હતો. ત્રીસ વર્ષ બાદ ધંધામાંથી નિવૃત્ત થતી વખતે, એમણે કલમ પાછી હાથમાં લીધી, અને જાણે ગયેલાં વર્ષોને અંગ વાળતા હોય તેમ આજે બેઠા બેઠા લાંબી ટુંકી વાર્તાઓ લખ્યા જાય છે.
“Astrology of the Race Course' નામનું એમનું અંગ્રેજી પુસ્તક એ વિષયમાં રસ લેનારાઓએ સારું વખણાયું છે.
એમની જે કૃતિઓ નીચે જણાવી છે તે ઉપરાંત “સાહિત્ય' માસિકમાં પ્રગટ થએલી બે, “ફુરસદ માસિકમાં પ્રગટ થએલી અનેક અને બીજી અપ્રગટ નાની મોટી વાર્તાઓનો સાર જે જ એમની પાસે થયો છે, જે હવે પછી પ્રસંગાનુસાર પુસ્તકરૂપે બહાર પાડવાની એ ઉમેદ રાખે છે.
:: એમની કૃતિઓ :: ૧ Astrology of the Race Course (અંગ્રેજીમાં, મૌલિક)
સને ૧૯૨૫ ૨ ઈંદિરા અને બીજી વાર્તાઓ (બંગાળી ઉપરથી અનુવાદ) , ૧૯૩૦ ૩ શ્રી
( , , , , , ૧૯૩૨
૧૫૪