________________
રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીઆ
રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીઆ
એએ જાતે વીસા લાડ વાણીઆ છે. એમનેા જન્મ એમના વતન નવસારી ખાતે સંવત્ ૧૯૩૭ ના માહ વદ ૭ ને રવિવાર (તા. ૨૦ મી ફેબ્રુઆરી સને ૧૮૮૧ ) ને રાજે થયેા હતેા. એમના પિતાનું નામ લક્ષ્મીદાસ મકનદાસ, માતાનું નામ ગુલાબ. એમની પત્ની સૌ॰ પાવતી ખારડેાલીવાળા શાહ ભૂખણુદાસ ઈચ્છારામની દીકરી થાય.
સરકારી ગુજરાતી શાળામાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યાં બાદ અંગ્રેજી કેળવણી એમણે નવસારીમાં જ દાદાભાઇ કાવસજી તાતા એ. વી. સ્કૂલમાં તથા સર કાવસજી જહાંગીર નવસારી જરથાસ્તી મદરેસામાં લીધી હતી. એમની સ્કૂલ કારકિદી ઝળકતી હતી. ગુજરાતી પહેલી ચાપડીથી માંડીને મિટ્રક સુધી દરેક ધારણમાં ઉપલે નંબરે પાસ થઈ એમણે નામા તથા સ્કાલર્શિપ મેળવ્યાં હતાં. અંગ્રેજી છઠ્ઠા ધોરણના તથા માટ્રકને અભ્યાસ એક જ વર્ષોંમાં પૂરા કરી સને ૧૯૦૦ માં મટ્રિક થઈ મુંબઇની એલ્ફિન્સ્ટન કાલેજમાંથી “ કેમિસ્ટ્રિ અને ફિઝિકસ ’’ ને ઐચ્છિક વિષય લઈ સને ૧૯૦૪ માં એમણે ખી. એ., ની પરીક્ષા ખીજા વર્ગોમાં પસાર કરી હતી. કાને એહું સાંભળતા હાવાથી કાયદાનેા અભ્યાસ કરવાના વિચાર એમણે પડતા મૂકયા હતા.
કાલેજ છેાડયા પછી એએ વેપાર ધંધામાં પડયા હતા. કપાસિયામાંથી તેલ કાઢવાના ઉદ્યોગની હિંદુસ્થાનમાં એમણે પહેલ કીધી હતી. તેલી બિયાં પીલવાના ઉદ્યોગના નિષ્ણાત તરીકે ખાસ આમંત્રણથી સને ૧૯૧૭ મા ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન સન્મુખ એમણે જે લેખિત અને માઢની જુબાની રજી કરી હતી તેને માટે કમિશનના પ્રમુખ સર થેામસ ાલાંડે એમને નીચે પ્રમાણે શાખાસી આપી હતીઃ—
–
“ Thanks very much, Mr. Sutaria. You have evidently studied your subject very closely. If all the witnesses that came before us gave evidence as well as you have done, the task of the Commission would be easy.”
એએ આયાત–નિકાસના વેપાર પણ મોટા પાયા ઉપર કરતા હતા, અને કેટલાક અમેરિકન કારખાનાવાળાઓના હિંદુસ્થાન ખાતેના સેલ
૧૫૩
૨૧