Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 256
________________ મેહરજીભાઈ માણેકજી રતુરા મેહરજીભાઈ માણેકજી રતુરા પારસી લેખકોમાં જેએ શુદ્ધ ગુજરાતી લેખન માટે પ્રયાસ કરી રહ્યા છે તેમાં શ્રી. મેહેરભાઇ માણેકજી રતુરાનું નામ આગળપડતું મૂકી શકાય. અમદાવાદમાં એમના જન્મથીજ વસતા હોવાને લીધે તેમજ ગૃહસ્થ શ્રીમત હિંદુ કુટુ ખેામાં નાકરી અર્થે એમનું જીવન આજની ઘડી સુધી વ્યતીત થયેલું હોવાથી, એમની રહેણીકરણી, ભાષા ખેાલી વિગેરે તદ્દન ગુજરાતીમય થઈ ગયેલી છે. વળી, અત્રેની થીએસેફીકલ સાસાયટીના તે મેમ્બર હેાવાને લીધે તેમજ એ સેાસાઈટીના સેક્રેટરી તરીકે કામ કરતા હેાવાથી, એમનામાં સમભાવ અને ભાતૃભાવની લાગણી સ્ફૂરી રહે છે, અને એમના જ્ઞાન વડે એ લાગણી વધુ કોમળ અને સસ્કારી બની છે. એમના પિતા માણેકજી આદરજી રતુરા મૂળ સુરતના વતની અને માતા ડેાસીબાઈનું વતન અમદાવાદ છે. એમને જન્મ તા. ૪ થી એપ્રિલ સને ૧૮૭૯ ના રાજ અમદાવાદમાં થયા હતા. એએ હજી અવિવાહિત છે. કાલેજમાં ખી. એ. સુધી અભ્યાસ કર્યો છે. જન્મપર્યંત અભ્યાસ એ એમના મુદ્રાલેખ અને જીવનનું કવ્યુ છે. તત્વજ્ઞાન અને આયધ શાસ્ત્રનો એમને અત્યંત શોખ છે; અને તેની પ્રતીતિ આપણને એમનાં પુસ્તકા વાંચતાં થાય છે. :: એમની કૃતિઓ:: ૧. ૨. વાનપ્રસ્થ ભગવદ્ભાવના ૩. ગૃહસ્થ ૪. દીવેદાસનું દેવાલય ૫. મહાત્મા મહિમા ૧૧૧ સન 99 ,, 29 .. ૧૯૦૮ ૧૯૧૧ ૧૯૧૭ ૧૯૨૫

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280