Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 260
________________ વસંતરામ હરકૃષ્ણ શાસ્ત્રી વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી એ જ્ઞાતે ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિના છે. મૂળ વતની જામનગરના પણ તેમને જન્મ અમદાવાદમાં થયો હતો. લાંબા સમયથી તેમના પિતા અમદાવાદમાં આવી રહ્યા હતા. એમના પિતાનું નામ હરિકૃષ્ણ અને માતાનું નામ જેઠીબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૭૧ માં જામનગરમાં શ્રીમતી અજવાળીબહેન સાથે થયું હતું. અમદાવાદ સંસ્કૃત પાઠશાળામાં એમણે સદગત મહામહોપાધ્યાય શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી પાસે સંસ્કૃતિને અભ્યાસ કર્યો હતો અને અલંકાર, વ્યાકરણ, કાવ્ય સાહિત્ય, ન્યાયશાસ્ત્ર, વેદાંત વગેરે એ એમના અભ્યાસના પ્રિય વિષયો હતા. એએ એક પત્રકારનું જીવન ગુજારે છે; અને પુષ્ટ સંપ્રદાયનાં પુષ્ટિ ભક્તિ સુધા અને વૈષ્ણવ ધર્મ પતાકાના ઉપતંત્રી તથા તંત્રી થઈને “શુદ્ધાત” નામનું માસિક હાલમાં સાત વર્ષથી ચલાવે છે. સાંપ્રદાયિક ધર્મને માસિકમાં તે બહોળુ વંચાય છે; અને તેમાં આવતા ઐતિહાસિક અને પ્રાચીન સાહિત્યના લેખોને લઇને ઈતર વાચકને પણ આકર્ષક થાય છે. ધર્મ પ્રવૃત્તિ ઉપરાંત તેઓ સામાજિક વિષયમાં ખૂબ રસ લે છે. કવિ શ્રી દયારામભાઈના અપ્રસિદ્ધ સાહિત્ય પ્રકટ કરવામાં અને સંગીતમાં ગાઈને તેને પ્રચાર કરવામાં પણ ઘણો ઉત્સાહ ધરાવે છે. શ્રીમદ્ વલ્લભાચાર્યના શ્રીસુબોધિની પુસ્તકે એમના જીવન પર પ્રબળ અસર કરેલી છે. વળી માજી ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર મનમોહનદાસ દલાલ, બી. એ., પાસેથી એમને એમના સેવા કાર્યમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. એમણે વૈષ્ણવ સંપ્રદાય સાહિત્યને લગતાં લગભગ ૩૩ પુસ્તકો એડિટ કરી પ્રસિદ્ધ કર્યા છે, તેમાં એમના લખેલાં નીચે મુજબ છે. .:: એમની કૃતિઓ :: ૧ ફલપ્રકરણ સુબોધિની સંવત ૧૯૭૧ ૨ શાંડિલ્ય ભક્ત સૂત્રભાષ્ય ૩ સિદ્ધાંત રહસ્ય ૪ આટલું તે કરજેજ , ૧૯૮૨ ૫ શ્રી હરિરાય વચનામૃત ૬ ન્યાયમૂર્તિને ચુકાદો ૧૯૮૩ ૭ શ્રી પુરુષોત્તમજીનું ચરિત્ર ૧૯૮૫ ૮ પુષ્ટિમાર્ગને ઇતિહાસ ૧૯૮૯ ૧૫૫

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280