________________
ખા. બા. મેહબુબમિયાં ઈમામબક્ષ કાદરી, એ. બી. ઈ.
અંગે તેમને ઈલાકાના અનેક શહેરોમાં રહેવાનું થયેલું; અને તેઓ એમના ભાયાળુ અને એખલાસભર્યા વર્તનથી તેમ સાર્વજનિક સેવાભરી પ્રવૃત્તિએથી હિંદુ મુસ્લિમ સૌની એકસરખી પ્રીતિ મેળવવા શકિતમાન થતા. આજે પણ હિન્દુઓમાં એમના સેંકડે મિત્રો માલુમ પડશે અને મુસ્લિમ હિતના તેઓ ખાસ હિમાયતી છે. કોઈ સુશિક્ષિત મુસ્લિમ બંધુ એ નહિ મળી આવે કે જેણે એમની પાસેથી કોઈ પ્રકારની સલાહ, સૂચના કે મદદ એક વા અન્ય પ્રકારે મેળવી નહિ હોય. તે કારણે તેઓ આજે અંજુમને ઇસ્લામ, ગુજરાત મુસ્લિમ એજ્યુકેશન સોસાઈટી તથા સુન્ની વકફ કમિટીના પ્રેસિડેન્ટ છે; તેમ અમદાવાદની જાણીતી લોકપકારી સંસ્થાઓ-મુકત બંધીવાન સહાયક મંડળી અને મુંગા પ્રાણી પ્રત્યે ઘાતકીપણું અટકાવનારી મંડળીના તેઓ વાઇસ-પ્રેસિડેન્ટ છે.
છેલ્લી લડાઈ દરમિયાન જુદી જુદી નિમાયેલી કમિટીઓમાં તેમણે બહુ સુંદર કાર્ય કર્યું હતું, અને તેની કદર તરીકે એમને ખાન બહાદુરને અને ઓ. બી. ઈ. ને ચાંદ અને ઈલ્કાબ મળ્યા હતા.
સમાજમાં એમની આવી ઉંચી પ્રતિષ્ઠાને લઈને સરકારે સંમતિવય કમિશન નિમ્યું હતું, તેના એક સભ્ય તરીકે એમની પસંદગી કરી હતી; અને તેમાં સાનંદાશ્ચર્ય ઉપજાવનારું એ હતું કે એઓ વડી ધારાસભા બહારના મુંબઇ ઇલાકાના એકલા જ પ્રતિનિધિ હતા. કમિટીમાં એમનું કામ ઉપયોગી અને સંતોષકારક લેખાયું હતું. તે સંબંધમાં નોંધ લેતાં, કમિટીના સભ્યોએ જુનાગઢના નવાબને–કેમકે તેઓ એ વખતે જુનાગઢ રાજ્યમાં જ્યુડિશિયલ એફીસર હતા–નીચે પ્રમાણે પત્ર લખી મોકલ્યો હતોઃ
“It is not for us to state how invaluable Mr. Kadri's advice has been to the Committee. His unrivalled knowledge both of Muslim Law and particularly of Muslim sentiments, in an inquiry of the sort which we had to undertake was of immense help to the Committee.” | મુસ્લિમ હિત અને હક માટે જેટલા તેઓ મક્કમ છે, તેટલા હિન્દુ અને મુસ્લિમ એકતાના હિમાયતી છે.
તેઓ એવું સાદું અને નિરભિમાની જીવન ગાળે છે કે તે જોઇને એમના માટે કોઈને પણ માનની લાગણી ઉદ્દભવે.
૧૪૯