Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 257
________________ ગ્રંથકાર ચરિત્રાવળી રામપ્રસાદ મોહનલાલ શુકલ એઓ જ્ઞાતે ઉદિચ્ય બ્રાહ્મણ અને વઢવાણ શહેરના રહીશ છે. એમનો જન્મ ચુડા (કાઠિયાવાડ) માં તા. ૨૨ મી જુન ૧૯૦૭ના રોજ થયો હતો. એમના પિતાશ્રીનું નામ મેહનલાલ જીવરામ શુકલ અને માતુશ્રીનું નામ દુર્ગાબહેન દેવશંકર દવે છે. એઓ હજુ અપરિણીત છે. પ્રાથમિક શિક્ષણ એમણે જામ-ખંભાલીઆમાં અને માધ્યમિક ત્રીજા ધોરણથી મેટ્રિક સુધીનું વઢવાણ શહેરમાં લીધું હતું. કૉલેજ અભ્યાસના પ્રથમ બે વર્ષ તેમણે બહાઉદ્દીન કોલેજ-જુનાગઢમાં ગાળેલાં; અને સન ૧૯૨૮ માં બી. એ. ની પરીક્ષા સંસ્કૃત નર્સ સહિત ગુજરાત કૅલેજમાંથી પાસ કરી હતી. કવિતા, કાવ્યવિવેચના, ખગોળશાસ્ત્ર, ફિસુફી વગેરે એમના પ્રિય વિષયો છે. રામતીર્થ, વિવેકાનંદ, ગાંધીજીની અને ખાસકરીને કબીર, મીરાંબાઈ અને બીજા સંતાનાં ભજનની એમના જીવન પર ઊંડી અસર થયેલી તેઓ જણાવે છે. ઈંગ્રેજી કવિતાના પુસ્તકોમાં પાલગ્રેવનું “Golden Treasury" અને વર્ડઝવર્થનાં કાવ્યો એ એમનું શરૂઆતનું કાવ્યમાનસ ઘડવામાં સારો ભાગ ભજવેલ. એમનાં છુટક કાવ્યો “પ્રસ્થાન”, “કૌમુદી,” “કુમાર” વગેરેમાં પ્રસિદ્ધ થયેલાં છે; અને તે આખો સંગ્રહ પ્રસિદ્ધ થયે, એમની કવિતાની પરીક્ષા અને તુલના કરવાનું સુગમ થશે. ૧૫૨

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280