________________
ગ્રંથકાર ચરિત્રાવલી
-નટવરલાલ મૂળચંદ વીમાવાળા
જન્મ ઈ. સ. ૧૯૦૦ના સપ્ટેબરની ત્રીશમી તારીખ. તિથિ આશ સુદ છઠ. આખું નામ નટવરલાલ મૂળચંદ ઘેલાભાઈ વીમાવાળા. માતાનું આખું નામ વિજ્યાલક્ષમી તે ત્રિભોવનદાસ ઈચ્છારામની પુત્રી. જ્ઞાતિ (સ્વ. છે. સૂ૦ દેવ વાળી) સુરતી તળપદા દશા શ્રીમાળી વણિક. મૂળ વતન સુરત, જન્મ સુરત.
કુટુંબની અસલ અટક મહેતા. એક વેળા નટવરલાલ શંભુનું નામ સુરતમાં પ્રખ્યાત હતું. પિતાના વીમાના વ્યવસાય પરથી વીમાવાળા અટક શરૂ થઈને ચાલી. પિતરાઈઓમાં હજુ મહેતા અટકજ ચાલે છે જેમાં ચન્દ્રવદન મહેતા (ઈલા કાવ્યના લેખક) નું નામ સુપરિચિત છે.
કુટુંબને દાદાને નર્મદ સાથે સારો સંબંધ હતા. નર્મદે સ્વહસ્તે નામવાળી પિતાની ચોપડીઓ ભેટ આપેલી.
નર્મદને આર્થિક સહાય પણ દાદાએ સારા પ્રમાણમાં કરેલી. એટલે સાહિત્ય શોખ કુટુંબમાં વંશગત દેખાય છે. પિતા મૂળચંદ ઘેલાભાઈએ ગુજરાતી ભજનો ને ગીતો લખેલાં–ઈગ્રેજી પદ્ય પણ અજમાવેલું.
નાનપણથી વાંચવાનો શોખ બહુ; સ્વપ્નાં સાહિત્યનાંજ. દશ બાર વરસની ઉંમરેજ જીવન સાહિત્યની દિશામાં વહેતું મૂકવાની સ્પષ્ટ વાત ગેઠિયાઓ સાથે કરેલી. લેખન અને પ્રકાશન પણ એજ ઉંમરથી–બારતેર વરસની ઉંમરથી શરૂ થયેલું, સુંદરી સુબોધમાં નાનાં લેખો, કાવ્ય, “ગુજરાતી” માં ચર્ચાપત્રો, વાર્તા વારિધિમાં વાર્તાઓ લખેલાં. માધ્યમિક શાળા જીવનમાં એ પ્રવૃત્તિ ખૂબ ચાલેલી.
શાળાની કારકીર્દિ તદ્દન પ્રથમ પંક્તિની. પહેલો જ નંબર. લગભગ હંમેશ ઓલરશીપ-ઈનામો મળેલાં. પ્રીવીયસમાં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ. વિલ્સન કેલેજ, સુરત કોલેજ, ફરગ્યુસન કોલેજ અને પછી જુનીઅર બી. એ. માંથી અસહકાર કર્યો, તે બાદ ગુજરાત મહાવિદ્યાલય; એમ ચાર સંસ્થાઓમાં કોલેજ જીવન વીત્યું. ૧૯૨૨ના જાનેવારીમાં બારડોલીમાં સત્યાગ્રહ થવાને હતો તેમાં જોડાવા ગુ. મહાવિદ્યાલય પણ છોડયું; અને વિદ્યાપીઠની સ્નાતક પદવી માત્ર બે મહિના પછીજ લઈ શકાય એમ હતું તે જતી કરી. બારડોલી સત્યાગ્રહ ચૌરી ચૌરાને લીધે અટક એટલે પછી સાહિત્ય પ્રવૃત્તિમાં પૂરેપૂરું ઝંપલાવ્યું. પહેલું ગ્રંથ પ્રકાશન શિરહીન શબ નામની ડીટેટીવ નવલકથા હરિ
૧૩૪