Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 245
________________ ગ્રંથકાર ચરિત્રાવલી મગનલાલ ગણપતિરામ શાસ્ત્રી એએ જ્ઞાતિએ ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ હદ આશ્વલાયન શાખા કાશ્યપ ગોત્રના છે. એમનું મૂળ વતન ખેડા અને પછીથી ઉમરેઠ; પણ ખેડા જીલ્લામાંથી એમના પૂર્વજો દોઢ વર્ષ પૂર્વે ભરૂચ ખડાયતા વણિકે સાથે આવી રહ્યા હતા. એમના પિતાનું નામ વ્યાસ ગણપતિરામ કાલિદાસ શાસ્ત્રી; ભરૂચમાં પુરાણીની અટકથી પ્રસિદ્ધ હતા, અને એએને વેદસંહિતા મુખે હતી તેમ સંસ્કૃત ભાષામાં સુવ્યુત્પન્ન હતા. એમની માતાનું મૂલ નામ પાર્વતી પણ સાસરે તેમને ઈચ્છા કહેતા. એમને જન્મ તા. ૭ મી ડિસેમ્બર સન ૧૮૭૩ના રોજ ખેડા જીલ્લામાં માતર ગામે ફળાદેશનું ફળ” એ નામના પુસ્તકના કર્તા વ્યાસ ગિરિજાશંકર ભોળાનાથ એમની માતૃશ્રીના માસીના પુત્રને ત્યાં થયું હતું. એમનું પ્રથમ લગ્ન સં. ૧૯૪૨માં માતરમાં મણિશંકર રવિશંકર વ્યાસના પુત્રી બહેન ચંચળ સાથે થયું હતું, અને તેના મરણોત્તર સં. ૧૯૫૮માં અમદાવાદમાં મૂળશંકર પીતાંબર ભારદ્વાજ વ્યાસના પુત્રી શ્રીમતી કમળાબહેન સાથે દ્વિતીય લગ્ન થયું હતું, પણ તેઓ સન ૧૯૨૬માં મૃત્યુ પામ્યાં હતાં. | ગુજરાતી તેમ ઈગ્રેજીનો અભ્યાસ મેટ્રીક કલાસ સુધીને એમણે ભરૂચમાં કર્યો હતો. સન ૧૮૯૦માં તેઓ વડોદરા હાઈસ્કૂલમાંથી મેટ્રિકમાં પાસ થયા. તે પછી વડોદરા કેલેજમાં દાખલ થયેલા. ત્યાં બે ત્રણવાર નપાસ થવાથી સેંટ ઝેવિયર કોલેજમાં જોડાયેલા અને સન ૧૮૯૪માં પ્રિવિયસની પરીક્ષા ત્યાંથી પાસ કરી પાછા વડેદરા કલેજમાં આવેલા અને ૧૮૯૭માં ઈગ્રેજી અને સંસ્કૃત ઐચ્છિક વિષય લઈને બી. એ. થયા. સન ૧૮૯૮માં કોલેજમાં ઈંગ્લિશમાં ફેલો નિમાયા અને સન ૧૯૦૨ માં કલકત્તા ગર્વમેન્ટ સંસ્કૃત કોલેજમાંથી એઓ એમ. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. રેવેન્યુ ખાતામાં અને મુંબાઈ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં કેટલોક સમય નોકરી કર્યા પછી સન ૧૯૧૫માં એમની નિમણુંક પુનાની ડેકકન કોલેજમાં થઈ, જે જગો પરથી સન ૧૯૩૧માં તેઓ માનસહિત નિવૃત્ત થયા હતા. આ વૈષ્ણવ સંપ્રદાયના તેઓ ચુસ્ત અનુયાયી છે અને એ સંપ્રદાયના સંસ્કૃત સાહિત્યનું સંશોધન, અભ્યાસ અને પ્રકાશન કાર્યમાં એમણે પિતાનું લગભગ સઘળું આયુષ્ય આપ્યું છે, એમ કહી શકાય. ૧૪૦

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280