________________
ગ્રંથકાર ચરિત્રાવલી
બીજા બ્રાહ્મણ પાસે ધૂડી નિશાળ મંડાવી; પણ કક્કો બારાખડી સુધી ચાલ્યું. બાર વર્ષની ઉમ્મરે આલમપુરથી દોઢ ગાઉ દૂર દરેડ સરકારી શાળામાં દાખલ થયેા. દરેડમાં માસ્તર ગિરિજાશંકર કરૂણાશંકર ભટ્ટ પુચ્છે ગામવાળા હતા. હાલમાં તે પાલીતાણામાં અનાથાશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટ છે. એ વરસે ગુજરાતી પહેલી ચેપડી પૂરી કરી ભણવા જવાનું બંધ કર્યું; કારણ દોઢ ગાઉ જવા અને દોઢ ગાઉ આવવા માટે સાથ નહાતા. મેાહનલાલ નામના પોલિસ પટેલ પાસે ખાનગી અભ્યાસ કર્યાં; અને સાળ આંક, સરવાળા, બાદબાકી અને સાધારણ ભાગાકાર આવડયા. સાથે સાથે ખાનગી વાચન વધારવા માંડયું.”
66
વાંચનના શાખ કેમ થયા તેની હકીકત તેએ નીચે પ્રમાણે લખે છેઃ સન ૧૯૦૭માં વ્રજલાલ નામના જપ્તીદાર મારા ગામે આવેલા; તેમણે ‘કાઠીઆવાડ સમાચાર' નામનું અમદાવાદથી નીકળતું અઠવાડિક પુત્ર એકત્ર થયલાભાઈ એને વાંચી સંભળાવવા આપેલું. તે હું વાંચી શક્યા નહિ અને શર્મને લઇને આંખમાં આંસુ ભરાઇ આવ્યાં. આ પછી જે કાંઇ છાપેલું સાહિત્ય મારા જોવામાં આવે તે વાંચવા માંડયું અને આમ કરતાં કરતાં વાંચન શાખ ખીલવ્યો.”
આવા પુરુષ એક લેખક તરીકે આગળ પડે એ પણ એક નવાઈ પમાડનારૂં છે; તેનું કારણ તેઓ આ પ્રમાણે આપે છે:
66
વિનાદમાં વાતે થતાં,
‘સંવત્ ૧૯૬૬ની સાલમાં હું વાગધરા ગામે કામદાર થયેા હતા. ખાવા પીવાના સાથે મને માસિક રૂ. ૫-૦-૦ પાંચ પગાર મળતા હતા. ત્યાં એક વખત મારા એ મિત્રા સાથે બેઠા હતા. એક કહે મારે જીંદગી સુધી વેપારજ કરવા છે.' ખીજો કહે 'મારે ખેતી કરવી છે.' જ્યારે મેં વિનેદમાં મેલી નાંખ્યું કે મારે લેખક થવું છે.' વખત જતાં આ સૌ મિત્રા મારી ઠેકડી કરવા લાગ્યા. તેથી મને લાગ્યું કે હવે લેખક થયેજ છૂટકો છે.' આથી મેં પ્રથમ લેખક તરીકે ‘કાર્ટિયાવાડ સમાચાર’ માં ‘ગરાસીઆના રીતિરવાજો અને તેથી હાનિનું દિગ્દર્શન’ નામે સંવત્ ૧૯૬૭ માં લેખ લખ્યા. આમ ઉત્તરાત્તર લખવું શરૂ કર્યું. ” :: એમની કૃતિઓ ::
૧. જેસલ અને તારલ (બે આવૃત્ત)
૨.
સતી ઉજળી અને મેહ જેટવા (ત્રણ આવૃત્તિ)
૧૩૨
સંવત્ ૧૯૭૫
29
29