________________
ધીરજલાલ ટોકરશી શાહ
ધીરજલાલ ટોકરશી શાહ
એએ નાતે વીશા શ્રીમાળી જૈન; અને કાઠિયાવાડમાં આવેલા મૂળ રાજ્યના ગામ દાણાવાડાના વતની છે. એમનેા જન્મ એ જ ગામમાં સ ૧૯૬૨ના ફાગણ સુદ આઠમના દિવસે થયા હતા. એમના પિતાનું પૂરૂં નામ ટાકરશી ત્રિકમદાસ શાહ અને માતાનું નામ મણિમ્હેન જેચંદ છે. એમનું લગ્ન સ. ૧૯૮૬ના કારતક વદ દસમના રાજ એટાદ પાસે ટાટમ ગામે શ્રીમતી ચંપાન્હેન સાથે થયું હતું.
એમણે ગુજરાત વિદ્યાપીઠના વિનીત વર્ગની પરીક્ષા સુધી અભ્યાસ કર્યો છે.
ચિત્રકળામાં સારી પ્રવીણતા પ્રાપ્ત કરેલી છે. ગરિબ સ્થિતિમાં ઉછરેલા; અને અમદાવાદમાં શેઠ ચમનલાલ નગીનદાસ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરેલા. પ્રથમ બે વર્ષ ચિત્રકામના ધંધા કરી એજ સંસ્થામાં શિક્ષક તરીકે જોડાયા અને સં. ૧૯૮૬ સુધી ચાર વ` એમણે એક સફળ શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું.
હમણાં તેઓ જ્યતિ કાર્યાલય નામની સંસ્થા ચલાવે છે,જેના તરફથી જૈન ચૈાતિ” નામનું માસિક ચલાવે છે તેમજ ચિત્રા કાઢવાનું કામ કરે છે. પ્રવાસના એમને ભારે શાખ છે. ત્રીજે વર્ષે અજટા વિષે પગ રસ્તે મુસાફરી કરેલી તેનું સચિત્ર વર્ણન પુસ્તકરૂપે બહાર પાડયું હતું; તેમજ એમના તરફથી પ્રવાસનાં ખીજાં એ પુસ્તકો પ્રસિદ્ધ થયલાં છે, તે મુસાફરને મદદગાર અને ઉપયોગી છે.ગયા વર્ષે તેમણે બ્રહ્મદેશ અને શાન સ્ટેટના પ્રવાસ કર્યો હતેા તથા ચીનની સરહદ પરના અત્યંત વિકટ પ્રદેશમાં પગ રસ્તે મુસાફરી કરી હતી. એ ભાગમાં પ્રવાસ કરનાર તે પહેલાજ ગુજરાતી છે.
તે સિવાય જૈન ધર્મ અને સાહિત્ય અને ઇતિહાસના બાળકાને રિચય કરાવવા એમણે ખાળગ્રંથાવળી યેજી છે, જેના પાંચ વર્ષના ૧૦૦ અંકા દર વર્ષે વીસ પ્રમાણે છપાયલાં છે; અને તે ખૂબ વખણાઈ તેને માટે ઉપાડ થયા છે.
:: એમની કૃતિઓ ::
૧. જીવવિચાર પ્રવેશિકા
૨. જળમંદિર પાવાપુરી
૩. કુદરત અને કળાધામમાં વીસ દિવસ
૧૨૯
સ. ૧૯૮૪
સ. ૧૯૮૭
સ. ૧૯૮૭