________________
જોશી સાંકળેશ્વર આશારામનું જીવનચરીત્ર
તેને સુધારવા માટે તેડાવ્યા હતા ત્યાં જતાં વચમાં ઉદેપુર આવવાથી ઉદેપુરમાં ઉતર્યા હતા અને ત્યાં રાણાજીને મેળાપ થયો. રાંણાજીએ આ ઘણા વિધ્વાન છે એમ સમજીને જોશીજીને દરોજના રૂપે આ ત્રણની સમુંદરાંણાજીએ કરી આપી હતી. જેથીજી કેટે પોચ્યા પછી એમના પુત્ર ભવાનીશંકરને કેલેરા થવાથી તે ગુજરી ગયો તેથી જોશીજી કેટેથી પાછા અમદાવાદ આવી ગયા. જોશીજીએ ઈજનેર તરીકે હાલ જ્યાં માધવભાઈની મીલ છે) ત્યાં જીન હતું ત્યાં નોકરીમાં હતા. જેશીજીએ પિતાની નાતની કુળદેવતા લલીતાંબાની ઉજાણ વૈશાક મુદ ૬ ને થાય તેથી રૂ. ૧૩૦૦) વ્યાજે મુકેલ તેના વ્યાજમાંથી આજ સુધી ઉજાણી નાત થાય છે. જેશજીએ વડોદરામાં ગણપતરાવ ગાયકવાડની વખતમાં દુભાશીયાની નોકરીમાં હતા. તેમની નોકરી ગાયકવાડ સરકાર પોતેશ્રી મુખે જે કહે તે રીસીડન્ટ સાહેબને કહેવું અને સાહેબ કહે તે ગાયકવાડ સરકારને કહેવું. આ વખતે ગોવીદરાવ રેઢીયા દીવાન હતા. જેશીજીના આ પ્રમાણે મીત્રો હતા. રા. રણછોડલાલ છોટાલાલ તથા રા. ભોળાનાથ સારાભાઈ તથા રા. મહીપતરામ રૂપરામ તથા શેઠ માયાભાઈ પ્રેમાભાઈ તથા શેઠ જેસંગભાઈ હઠીસંઘ, શા. અચરતલાલ ગીરધરલાલ વેરાગી, તથા શા. દામોદરદાસ મેહેલાલ શેધન, તથા નગીનદાસ પ્રેમચંદ પતાસાની પળવાળા. જેશી છેવટની વખતમાં ધ્રાંગધ્રાના મહારાજા રાજસાહેબ માંનસીહજીને ત્યાં નોકરીમાં રહ્યા હતા અને માહારાજા રાજસાહેબે જેશીઓને પગારના માસ એકના રૂા. ૭૫ પંતેર તથા દરરોજનાં પાંચ સીધાં બાંધી આપ્યાં હતાં અને દશ વરસ ત્યાં રહ્યા હતા અને રાજસાહેબ બહુ માન રાખતા હતા. છેવટે જેશીજીએ પિતાની મીલકતનું એક વૃઇલ કર્યું હતું તે વઈલમાં આશરે પચીશ હઝારની મીલકત મુકીને સંવત ૧૯૪૬ ના ભાદરવા વદ ૭ દેવલોક થયા. અને પિતાની પાછળ કુટુંબમાં તેમની સ્ત્રી તથા પોતાના પુત્રની સ્ત્રી મુકી ગયા છે. પોતે જે વૃઇલ કર્યું છે તેમાં મુખ્ય ત્રષ્ટી તરીકે રણછોડલાલ છોટાલાલ તથા માધવલાલ રણછોડલાલ તથા ગેપીલાલ મણીલાલ તથા જયાનંદ જેશંકર વીગરે અગીઆર ત્રષ્ટીએ કરેલા છે અને બધી મીલકત બ્રામણ ભેજનમાં વાપરવાની નકી કરી ગયા છે. આ બધી હકીકત જોશીજીની પાસે રહેનાર હું જયાનંદ જેશંકર જેટલો વાકેફ હતા તેટલી જણાવી છે. તા. ૧૮-૩-૩૩.