________________
ગ્રંથકાર ચરિત્રાવલી
અને સંપૂર્ણ હતું અને જે વિષય તેઓ શિખવતા તેની છાપ એવી ચોક્કસ પડતી કે બુદ્ધિમાન શિષ્યના મગજ પરથી તે તે કદી પણ ખસતી નહીં. દરેક વિદ્યાર્થીને અકેક ધારણમાં આખા વર્ષ સુધી રાખવાની પદ્ધતિ તે વખતે નહોતી, પણ ત્રણ ત્રણ મહિને કે છ છ મહિને પરીક્ષા લેવામાં આવતી, અને તેમાં જે છોકરાઓ સારી રીતે પસાર થતા તેમને ઉપલા ધોરણમાં રહડાવવામાં આવતા. રા. કમળાશંકરે અંગ્રેજીનાં ત્રણ ધોરણે દોઢ વર્ષમાં પૂરાં કર્યો અને પછી હાઇસ્કૂલમાં ગયા.
અગાઉ એ હાઈસ્કૂલને માટે સરકારી મકાન નહોતું. જ્યાં પ્રથમ અંગ્રેજોની કોઠી હતી અને હાલ જ્યાં ડે. ડોસાભાઈ કૂપરનું મકાન છે તેની પાસેના એક ખાનગી મકાનમાં (જેમાં હાલ મિશન સ્કૂલ છે તેમાં) હાઈસ્કૂલનું શિક્ષણકામ ચાલતું. પણ ઈ. સ. ૧૮૭રમાં, હાલ જે છે તે સરકારી મકાન હાઈસ્કૂલને માટે તૈયાર થયું, અને એજ વર્ષથી રા. કમળાશંકરે એ મકાનમાં અભ્યાસ અર્થે જવા માંડયું. માસિક પરીક્ષાના પરિણામ પ્રમાણે દરેક વર્ગમાં પહેલા બેત્રણ છેકરાઓને લશિપ આપવામાં આવતી, અને રા. કમળાશંકરને પણ એવી ઑલશિપ મળી હતી. ચેથા ધોરણના બે વર્ગ હતા. એકમાં શિક્ષક તરીકે આત્માશંકર (ત્રિપુરાશંકર મહેતાજીના પુત્રો હતા, અને બીજામાં સ્વ. હરિસુખરામ હતા. બેઉ વર્ગની વચ્ચે ભારે હરીફાઈ ચાલતી, પણ તેમાં રા. આત્માશંકરનું શિક્ષણ વધારે વખણાતું. એમને ઉદ્યોગ, એમની આવડત, અને એમની પ્રામાણિક્તા બ્રાંચ સ્કૂલના તે વખતના હેડમાસ્તર મણિધરપ્રસાદના જેવાંજ હતાં. ચોથા ધોરણમાં પસાર થઈને રા. કમળાશંકર પાંચમા ધોરણમાં ગયા. ત્યાં તેમના શિક્ષક દલપતરામ હતા. તેઓ શાન્ત સ્વભાવના, પણ ખંતથી શિષ્યના ઉપર કંઇક છાપ પાડી શકે એવા હતા. છઠ્ઠા ધોરણમાં, હવે રિટાયર થયેલા મી. દોરાબજી એદલજી ગીમી, સ્વ. રેવાશંકર (જેઓ પણ ત્રિપુરાશંકર મહેતાજીના પુત્ર હતા તે), અને વલ્લભરામ, એ ત્રણ શિક્ષકનો લાભ એમને ચેડા થડા વખતને માટે મળે.
સાતમા ધોરણમાં, હાલના પ્રખ્યાત પ્રો. ખા. બ. જમશેદજી અરદેશર દલાલના (જે તે વખતે એ સ્કૂલના હેડમાસ્તર હતા તેમના) હાથતળે રે. કમળાશંકરને ઉત્તમ શિક્ષણ મળ્યું, અને એઓ તેમની ખાસ પ્રીતિનું પાત્ર થઈ પડ્યા. એ પ્રીત એવી હતી કે ખા. બ. દલાલની સુરતથી