________________
ઇન્દુલાલ ફુલચંદ ગાંધી
ઇન્દુલાલ કુલચંદ ગાંધી
એએ નાતે દશા શ્રીમાળી વણિક અને મેારી તામે મકનસર ગામના વતની છે. એમના જન્મ તા. ૮મી નવેમ્બર સન ૧૯૦૫ના રાજ મકનસર ગામે થયા હતા. પિતાનું નામ ફુલચંદ ભેરાજ ગાંધી અને માતાનું નામ સૌ. ઝબકખાઈ છે. એમનું લગ્ન સન ૧૯૩૨ માં વાંકાનેરમાં શ્રીમતી સૂલક્ષ્મી સાથે થયું હતું. એમણે અંગ્રેજીને પાંચ ધેારણ સુધીને અભ્યાસ કર્યો છે; અને હમણાં તેએ કરાંચીમાં પરચુરણ ચીજોની દુકાન ચલાવે છે.
કવિતા અને ટુંકા નાટકો એ એમના અભ્યાસના પ્રિય વિષયે છે; અને પોતે બહુજ આશાવાદી છે. સંસ્કૃતિ અને એની પોષક સાહિત્ય સર્જનની નવી લહરીએજ એમના પ્રાણ છે. ગુજરાતી સાહિત્ય રાંક મટી જાય એ દહાડા જોવા પોતે ભારે ઉત્સુક છે. બહારની અસર પરત્વે તેએ લખે છે, ખાસ કેાની અસર નીચે હજુ અવાયું નથી. સૌ પહેલાં એમસ નના તેજે જરાક ખેચ્યા; પછી કિશારલાલ મશરૂવાળાએ તે છેલ્લે દેશળજી પરમારે. પણ જીવનને આખુયે અદ્દર ઉપાડી લે એટલું તેજ તેા હજી કોઇનામાંથી મને મળ્યું નથી.”
r
:: એમની કૃતિઓ ::
૧. તેજરેખા
૨. નારાયણી
૩. જીવનનાં જળ
૧૧૭
સન ૧૯૩૧
,, ૧૯૩૨
૧૯૩૩
22