________________
ગોકળદાસ કુબેરદાસ મહેતા
ગોકળદાસ કુબેરદાસ મહેતા
એ જ્ઞાતે વીશા ખડાયતા વણિક અને ઉમરેઠના વતની છે. એમને જન્મ એ જ ગામમાં સન ૧૮૯૨માં થયો હતો. એમના પિતાનું નામ કુબેરદાસ હરિવલ્લભદાસ અને માતાનું નામ બાઈ જેકેર, મેતીચંદ છે. એમનું લગ્ન સન ૧૯૧૩માં શ્રીમતી ડાહીલક્ષ્મી બહેન સાથે થયું હતું. . એમણે સન ૧૯૧૬માં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાંથી સીનીચર વર્ગની પરીક્ષા પાસ કરી હતી અને ઈગ્રેજીનું શિક્ષણ સન ૧૯૦૮થી ૧૯૧૧ સુધી અમદાવાદની નેટીવ હાઇસ્કુલમાં લીધું હતું.
હમણાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ શાળામાં શિક્ષક છે. હોંશિયારી, માયાળુ સ્વભાવ તેમજ સતત ઉદ્યોગથી શિક્ષકવર્ગમાં બહુ પ્રિય થઈ પડયા છે અને વળી શિક્ષક મંડળીના તેઓ સેક્રેટરી નિમાયેલા છે.
તદુપરાંત જ્ઞાતિકાર્યમાં ઉલટભર આગળ પડતો ભાગ લે છે. ખડાયતા કેળવણુમંડળના તેમજ કમળાલક્ષ્મી ખડાયતા સ્ત્રી ઉદ્યોગશાળાના મંત્રી તરીકે કાર્ય કરે છે; અને અમદાવાદની અતિલક્ષ્મી લાયબ્રેરીને છેલ્લાં ૧૫ વર્ષથી વહીવટ કરે છે.
એમણે ન્હાનપણમાં માબાપનું સુખ ગુમાવ્યું હતું પણ અગીઆર વર્ષે વિધવા બનેલી બહેન છવકેરે એમને સન ૧૯૦૬માં અમદાવાદમાં આણ યોગ્ય શિક્ષણ માટે વ્યવસ્થા કરી હતી; અને એમના પ્રતાપે તેઓ આજની સ્થિતિએ પહોંચ્યા છે.
જ્ઞાતિકાર્યમાં અને જાહેર સેવાકાર્યમાં ગુંથાયેલા રહે છે તેની સાથે તેઓ લેખનકાર્ય પણ કરે છે. તેમનાં પુસ્તકે મુખ્યત્વે શાળાપગી છે, જે એમની શિક્ષક તરીકેની લાયકાતને સરસ ખ્યાલ આપે છે.
ગયે વર્ષે એમણે જવાહિરલાલ નહેરૂનું ચરિત્ર બહાર પાડયું હતું, અને તે પ્રશંસા પામ્યું હતું.
:: એમની કૃતિઓ ::
૧. વાર્તાને સંગ્રહ ૨. રાષ્ટ્રીય કીર્તન
સન ૧૯૧૯
૧૯૨૧
૧૨૧