________________
રા. બા. ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃષ્ણાનંદ પંડયા, બી. એ. રા. બા. ચંદ્રવિદ્યાનંદ શ્રીકૃણુનંદ પંડયા, બી. એ.
એઓ જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ, સુરતના વતની અને એમનો જન્મ સુરતમાં સન ૧૮૬૭માં થયો હતો. એમના પિતાનું નામ શ્રી કૃષ્ણનંદ અને માતાનું નામ અ.સૌ. વિજ્યાગૌરી હતું. એમનું લગ્ન પંદરમાં વર્ષે સદ્દગત અ.સૌ. પ્રસન્નવિદ્યાગૌરી સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી અને કોલેજ અભ્યાસ સામળદાસ કોલેજ–ભાવનગરમાં કર્યો હતો. - તેઓ મુંબઈમાં સેક્રેટરિયટમાં સીનીયર એસિસ્ટન્ટ સેક્રેટરીના એકે ચઢયા હતા; સને ૧૯૧૮માં એમને સરકાર તરફથી રાવબહાદુરને ખેતાબ આપવામાં આવ્યો હતો. સન ૧૯૨૨માં નિવૃત્ત થઈ હાલ સુરતમાં વાનપ્રસ્થ જીવન ગાળે છે અને ધાર્મિક પ્રવૃત્તિમાં વિશેષ રસ લે છે.
:: એમની કૃતિઓ : ૧. ત્રવેદીય સંસ્કારિક
સન ૧૯૨૫ ૨. પંચાક્ષર મુક્તાવલી ૩. પરમેશ્વરનું મહત્વ ૪. વડનગરા નાગર ગરબાવળી
૧૯૩૧
૧૯૩૨