________________
ગ્રંથકાર ચરિત્રાવલી
અમદાવાદ પ્રાર્થના સમાજમાં છેલ્લા પંદર વર્ષથી તેઓ મુખ્ય કાર્યકર્તા છે અને ગુજરાત સંસાર સુધારાનું તંત્ર ચલાવવામાં તેઓ અગ્રેસર છે. વિધવાઓ પ્રતિ તેમની સહાનુભૂતિ બહોળી છે અને અનેક વિધવા બહેનને ઠેકાણે પાડવામાં તેમ તેમને રાહત આપવામાં તેઓ પુષ્કળ શ્રમ લે છે. સ્ત્રી કેળવણીમાં તેમને ઘણે રસ છે અને છેલ્લા ચાર વર્ષથી તેઓ ગુજરાત સ્ત્રીકેળવણી મંડળના મંત્રી પદે છે. - રા. સા. મહીપતરામ અનાથાશ્રમના એક મંત્રી તરીકે એમની સેવા વિસરાય એવી નથી. , આવા સંસ્કારી અને સુશિક્ષિત ગૃહસ્થ હસ્તક આપણી સાર્વજનિક સંસ્થાઓને વહિવટ રહે તે જરૂર થડા સમયમાં સુધારાના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ જોવામાં આવે.
સુભાગ્યે તેઓ પેન્શનપર છેલ્લા બે વર્ષથી રીટાયર થયેલા છે અને તેઓ પિતાને સઘળે સમય જાહેર કાર્યોમાં વ્યતીત કરે છે.
તેઓ જેમ એક સારા વક્તા તેમ લેખક છે. તે લેખો મુખ્યત્વે ધર્મ અને કેળવણી પર લખેલા છે.
:: એમની કૃતિઓ : ૧. રાજા રામમોહનરાય
સન ૧૯૦૫, ૨. ઇસુ ખ્રિસ્તનું જીવન
સન ૧૯૧૦ 3. प्रज्ञा पारमिता सूत्रम्
સન ૧૯૧૬, ૪. હિન્દુ સ્ત્રીઓની ઉન્નતિમાં ગાળેલાં મહારાં વીસ વર્ષ ( શ્રી. કના લેખનું ભાષાન્તર)
સન ૧૯૩૧ ૫. બ્રાહ્મધર્મ
સન ૧૯૩૧
૧૨૦.