________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
રિટાયર થયા તેની જગાએ અમદાવાદના પ્રો. કાથવટેની નીમણુક થઈ, અને પ્રે. કાથવટેની સલાહ પ્રમાણે ગુજરાત કોલેજની ખાલી પડેલી જગા ઉપર નીમાવા માટે એમણે અરજી કરેલી અને બેર્ડના મેંબરે પણ એમની તરફેણમાં હતા. પણ ભાઈલ્સ સાહેબ (જે ઈન્સ્પેકટર હતા તેમણે) કહ્યું કે “સરકાર તમારી નોકરીને લાભ બોર્ડને આ પવા તૈયાર થશે નહીં.” તેજ વખતે એમના ઉપર ફીલ્ડ સાહેબનો તાર આવ્યો હતો, તેમાં પૂછયું હતું કે “એલફિન્સ્ટન કોલેજમાં જવા માટે તમે કમળાશંકરને મોકલી શકશો ?” એ તારને એમણે ઉપગ કર્યો અને ઇ. સ. ૧૮૯૩માં રા. કમળાશંકરની એલફિન્સ્ટન કોલેજમાં પ્રેફેસર તરીકે છ મહીના માટે નીમણુક થઈ. તે વખતે પીટરસન સાહેબ પણ તેજ કૅલેજમાં હતા, પણ તે અંગ્રેજી શિખવતા હતા. ઈ. સ. ૧૮૯૪માં પણ પાછી એ જ પ્રમાણે એમની નીમણુક થયેલી, અને દર વખતે બીજી ટર્મમાંજ નીમણુક થયેલી તે છતાં એઓ કૉલેજમાં દાખલ થતા કે પહેલે જ દીવસથી, ને શીખવાતી ચોપડીના ચાલેલા ભાગની આગળથીજ કલાસ લેવા માંડતા. ઇ. સ. ૧૮૯૫માં એઓ નડિઆદમાં હેડ માસ્તર તરીકે નીમાયા હતા. ઇ. સ. ૧૮૯૬-૯૭માં પૂનાની કોલેજમાં પ્રોફેસર તરીકે એમણે કામ કર્યું હતું. એ વખતે પણ એમણે કંઈ અરજી કીધી નહોતી, પણ ઓચિન્તી તાર મારફતેજ એમની નીમણુક થયેલી, અને તરત ત્યાં જઈને પોતાના શિક્ષણ વડે ત્યાંના સંસ્કૃત સાહિત્યના શોખીન વિદ્યાર્થીઓને સંપૂર્ણ સંતોષ આપેલો.
એજ અરસામાં એઓને મુંબઈ યુનિવર્સિટિના એક ફેલ તરીકે પસંદ કરવામાં આવ્યા. ઈ. સ. ૧૮૯૬–૯૭માં એક પ્રસંગે સેલ્બી સાથે કેટલીક વાતચીત થતાં એ સાહેબે પૂછ્યું કે “તમે સેનેટમાં આવવાના છો કે નહીં ?” રા. કમળાશંકરે કહ્યું કે, “હું ફેલો નથી એટલે મારાથી આવી શકાય નહીં.'
શું તમે ફેલ નથી ? “ એમ સેબી સાહેબે પૂછયું, અને તે વિષે પિતાની ડાયરીમાં નેધ રાખી. અને ઈ. સ. ૧૮૯૭માં રા. કમળાશંકર યુનિવર્સિટિના ફેલ થયા.
ઇ. સ. ૧૮૯૮-૯૯ માં એઓ પાછા નડિયાદમાંજ હેડ માસ્તર તરીકે રહેલા. એ સમયમાંજ પીટસન સાહેબનું મૃત્યુ થયું. એથી સંસ્કૃત પ્રોફેસરની જે જગા એલિફિન્સ્ટન કોલેજમાં ખાલી પડી ત્યાં રા. કમળા
૧૦૭