________________
ગ્રંથકાર ચરિત્રાવલી
અને ઘરભાડાના રૂ. ૫૦) જુદા આપવાનો વિચાર જણાવ્યો, અને તે પ્રમાણે સરકારમાં લખ્યું પણ ખરું, પણ એ દરખાસ્ત ત્યાં પસાર થઈ નહીં. સરકારે રૂ. ૩૦૦)થી શરૂ કરી રૂ. ૨૫)ના વાર્ષિક વધારા, રૂ. ૫૦૦) સુધી પગાર તથા રૂ. ૫૦) House rentના આપવા તથા અમદાવાદની ટ્રેનિંગ કૉલેજની જગા રૂ. ૪૦૦)ની થાય ત્યારે એકદમ રૂ. ૪૦૦) કરવા લખ્યું; પણ એમણે મુંબઈના રૂા. ૫૦૦) કરતાં અમદાવાદના રૂ. ૪૦૦) વધારે પસંદ કરી ઉપકાર સાથે મુંબઈની જગા લેવા ના લખી.
ઈ. સ. ૧૯૦૮ ના મે-જૂનમાં રા. કમળાશંકરે ઉત્તર વિભાગના ઍકિંટગ એજ્યુકેશનલ ઈન્સ્પેકટર તરીકે કામ કર્યું હતું. તે વખતે પિતાની હમેશની જગા પરનું કામ પણ એમણે સાથે સાથે કર્યું હતું.
એ પ્રમાણે રા. કમળાશંકરના સરકારી નોકર તરીકે જીવનની મુખ્ય મુખ્ય વિગતો આપણે જણાવી ગયા. સંસ્કૃત ભાષાના સારા વિદ્વાન અને ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાક્ષર તરીકે એમણે જે સેવા બજાવી છે તે ટૂંકમાં જણાવીને એમના ચરિત્રને આ હેવાલ આપણે પૂરો કરીશું. એમની “Brief History of England” જે પ્રથમ ઇ. સ. ૧૮૮૭માં છપાઇ તેની ૬ આવૃત્તિઓ થઈ ચૂકી છે તે તો દરેક અંગ્રેજી નિશાળમાં ભણતા વિદ્યાર્થીને જાણીતી છે, એટલું જ નહીં પણ બી. એ. માં ભણતા વિદ્યાર્થીઓ પણ એ ચોપડીઓ વાંચે છે અને કોઈક વાર સારી રીતે પાસ થાય છે એ વાત એ પરીક્ષાના અનુભવીઓના જ્ઞાન બહાર નથી. પણ એમનાં વધારે વિદ્વત્તાભર્યો પુસ્તકે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી જે છપાયાં છે અથવા સરકાર તરફથી પ્રસિદ્ધ થતી સંસ્કૃતની પુસ્તકમાલામાં જે પ્રસિદ્ધ થયાં છે તે છે. સ્માઈલસની ‘ડયૂટી” (કર્તવ્ય) નું એમણે ભાષાન્તર કર્યું છે. બકલના ઈતિહાસ પરથી “ઈંગ્લાંડની ઉન્નતિને ઇતિહાસ એમણે લખ્યો છે. બાદરાયણ વ્યાસના બ્રહ્મસૂત્ર ઉપર શ્રી શંકરાચાર્યની
શારીરક ભાષ્ય” નામની જે ટીકા છે તેને એમણે અનુવાદ કર્યો છે. ડો. ભાંડારકરની “સંસ્કૃત સેકડ બુક’નું ભાષાન્તર કર્યું છે. તથા વડેદરા રાજ્યની જ્ઞાનમંજૂષા માટે નવીન સંસ્કૃત પુસ્તકાવલિ (ત્રણ ભાગમાં) રચી છે, તેમાંનું “સંસ્કૃત પ્રથમ પુસ્તક છપાયું છે. તે ઉપરાંત, નીચેનાં પુસ્તકો એમના હસ્તક સરકાર તરફથી છપાયાં છે તેની પ્રસ્તાવના, ટીકા વગેરેમાં એમની શોધકવૃત્તિ, વિદ્વતા, ઉદ્યોગ અને ખંત સ્પષ્ટ જણાઈ આવે છે.
૧૧૦