________________
ગ્રંથકાર ચરિત્રાવલી
,
ઘણે અંશે પશુ સફળ કરનારું બળ રહેલું છે એમ આપણને માલમ પડે છે. એમની વિદ્વત્તા વિષે બે મત હોવાનો સંભવ નથી. સ્કૂલોમાં અને કોલેજોમાં એમની શિક્ષણ પદ્ધતિ કેવી સફળ નીવડી, શિષ્યના ઉપર ધારેલી અસર એ કેવી સચોટ રીતે કરી શક્યા તે એ શિક્ષણને લાભ લેવાને ભાગ્યશાલી થયેલા દરેક વિદ્યાર્થીને સારી રીતે જાણીતું છે. “સ્વાનુભવરસિક કે “સર્વાનુભવરસિક, આત્મલક્ષી” કે “પરલક્ષી કવિતાઓનાં જોડકણાં એમણે જોયાં નથી, નાટકે એમણે રચ્યાં નથી, ને નવલકથાઓ એમણે બનાવી નથી. પણ કલ્પના અને સર્ગશક્તિને દાવો કરનારા આધુનિક કવિઓ' માંથી કેટલાની કૃતિ અમર રહેશે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી, ત્યારે સંસ્કૃત સાહિત્ય ઉપર પ્રકાશ પાડવાને એમણે જે અર્થાક પ્રયત્ન કર્યો છે, સંસ્કૃત ભાષાને અભ્યાસ વધારે ને વધારે પ્રચાર પામે તેને માટે એમણે જે ખંત રાખી છે, બકલ જેવા ઇતિહાસકારની અને સ્માઇલ્સ જેવા નિબન્ધકારની કૃતિઓનાં ભાષાન્તર વડે અને શાળા પત્રમાં અનેક વિષયની ચર્ચા વડે ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરવાને એમણે જે પ્રયાસ કર્યો છે, શ્રી શંકરાચાર્યની ઉત્તમ કૃતિને અનુવાદ કરીને વેદાન્ત જેવા ગહન વિષયના જ્ઞાનમાં એમણે જે કીમતી ઉમેરે કર્યો છે, તેની અસર એકાએક નષ્ટ થશે નહીં એ નક્કી છે. અને નોકરીને ભારે બોજો છતાં એ સઘળું એ શાથી, કરી શક્યા ? બીજા કશાથી નહીં, પણ સતત ઉઘોગથી, અચળ ખંતથી અને અડગ પ્રમાણિકપણાથીજ એ સઘળું થઈ શક્યું. ઉઘોગ, ખંત અને પ્રમાણિકપણું, એ ત્રિપુટીમાંજ એમના જીવનનું પરમ રહસ્ય છે. એક વખતે એમના એક મિત્ર ખા, બ. ખરસેદજી માણેકજી કોન્ટ્રાકટર, (હાલના કરાંચી હાઈ સ્કૂલના માસ્તર) એમને મળવા ગયા હતા તે વખતે એમને ટેબલ આગળજ બેઠેલા જોઇને તેમણે કહ્યું કે “તમે તે હંમેશા ટેબલ આગળ ને ટેબલ આગળ કંઈને કંઈ ઉદ્યોગમાં રોકાયેલાજ નજરે પડે છે. લેટોને માટે કહેવાય છે કે એણે એના અભ્યાસગ્રહ આગળ એવો લેખ મૂક્યો હતો કે “Let no one enter this Academy who has no taste for mathematics” (ગણિતને જેને શેખ ન હોય તેણે આ ગૃહમાં પ્રવેશ કરે નહીં ) તેમ તમે પણ તમારા ખંડ આગળ પાટિયું લટકાવી રાખે કે “ Let no oué enter this room who has no taste for work " ( કામને જેને શેખ ન હોય તેણે આ ખંડમાં પ્રવેશ કરવો નહીં). એમના
૧૧૨