________________
ગ્રંથકાર ચરિત્રાવલી
શંકરે અગાઉ ત્રણ વખત તેમજ ડેક્કન કાલેજમાં પણ એક વર્ષ પ્રેાફેસર તરીકે કામ કરેલું હેાવાથી, એમની નીમણુક થવાના સંભવ જણાતા હતા, અને જાઇલ્સ સાહેબે એમને માટે ભલામણ પણ કરેલી, પણ તે જગા માટેની સ્પર્ધામાં એમની સાથે ડા. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરના પુત્ર મિ. શ્રીધર હતા, તેમને એ જગા મળી. એ જગા રા. કમળાશકરને ન મળી તે માટે જાઈલ્સ સાહેબે એમના ઉપર દિલાસાને પત્ર લખ્યા અને પ્રે. કાથવટેની જગાએ એમની નીમણુક કરવાનું વચન આપ્યું.
ઇ. સ. ૧૯૦૦-૦૧માં એમણે ભરૂચ હાઈસ્કૂલમાં હેડ માસ્તર તરીકે કામ કીધું. એએ ભરૂચ હાઈ સ્કૂલમા હતા તે દર્મિયાન જૂનાગઢમાં ખાઉદીન કાલેજ સ્થપાઈ અને ત્યાંથી તે વખતના દીવાન સાહેએ, ચુનીલાલ સારાભાઇએ પૃાવ્યું કે “તમે સંસ્કૃતના પ્રેફેસર તરીકે આવવા ખુશી છે ? ’’ જાઈલ્સ સાહેબની એ બાબતમાં સલાહ લીધી, તેમણે ના કહેવાથી રા. કમળાશંકરે એ જગાને માટે ના લખી માકલી.
ઇ. સ ૧૯૦૧ના જૂન માસમાં રા. કમળાશકર ભરૂચથી નડિયાદ પાછા આવ્યા. તે દર્મિયાન પ્રે. કાથવટેની જગા ખાલી પડી. એ જગા રા. કમળાશંકરને મળે તેને માટે જાઈલ્સ સાહેબે ધણા પ્રયાસ કર્યો. પણ એ જગાએ નીમણુક એમની ન થતાં મિ. કે. બી. પાઠકની થઈ. જાઇલ્સ સાહેબે પાછા દિલાસાને પત્ર લખ્યો, અને એથી જુદા ક્ષેત્રમાં હું તમને વધારે લાભ અપાવીશ' એ પ્રમાણે લખ્યું. ઇ. સ. ૧૯૦૨ના ઑગસ્ટમાં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કાલેજના પ્રિન્સિપાલ તરીકે રા. કમળાશ’કરતી નીમણુક થઇ, અને બે મહિના પછી માધવલાલભાઈનું મૃત્યુ થવાથી એમની નીમણુક કાયમની થઇ.
ઇ. સ. ૧૯૦૨માં પાછા એએ યુનિવર્સિટિના પરીક્ષક નીમાયા;અને એમ. એ.ની પરીક્ષામાં એ સાલથી તે ઇ. સ. ૧૯૦૮ સુધી એમણે ડા. રામકૃષ્ણ ગેાપાળ ભાંડારકરની સાથે સંસ્કૃતના પરીક્ષક તરીકે કામ કર્યું. તે ઉપરાંત યુનિવર્સિટિના પ્રાઇઝ્ એસેઝ-સુરી ગોકુળજી ઝાલા વેદાન્ત ફંડના અને એવા ખીજા–પ્રસંગે પ્રસંગે તપાસવા માટે યુાનવર્સિટી તરફથી એમના પર મેાકલવામાં આવે છે. મુંબઈ યુનિવર્સિટી ઉપરાંત પંજાબમાં પણ એમણે સંસ્કૃત પરીક્ષક તરીકે ઘણાં વરસ સુધી કામ કરેલું છે. સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈના મૃત્યુ પછી ત્યાંની Oriental Faculty ની
૧૦૮