________________
ગ્રંથકાર ચરિત્રાવલી
હતા. તેને લીધે મદૂરામાં કેટલાક દિવસ સુધી એમને રોકાવું પડયું હતું. તે સિવાય, એ યાત્રા પણ નિર્વિઘ્ને સમાપ્ત થઈ હતી. સઘળી યાત્રાએ અને ત્યાંસુધી કુટુંબનાં સઘળાં માણસાને સાથે લઈ નેજ કરવી એવા એમને નિયમ છે.
ઇ. સ. ૧૮૯૧માં એલફિન્સ્ટન કૉલેજના ડૉ. પીટર્સન રજા પર ગયલા તેમની જગાએ, મિ. એલ. આર. વૈદ્યનું મૃત્યુ થતાં, રા. કમળાશંકરની નીમણુક થઇ. સંસ્કૃતના પ્રેફેસરની જગા મેળવનાર પહેલા ગુજરાતી એએજ હતા. પ્રે. આબાજી વિષ્ણુ કાથવટે અને ડૉ. રામકૃષ્ણ ગાપાળ ભાંડારકર, એ બેઉની ભલામણથી એએ પ્રિવિયસ, એક. બી.એ. ઇટર્બિડિયેટ, બી. એ.માં સંસ્કૃતના પરીક્ષક નીમાયા. મિ. કાથવટે અમદાવાદની કૉલેજમાં સંસ્કૃતના પ્રેફેસર હતા. તે વખત અમદાવાદની સ્કૂલના સાતમા ધારણમાં મોટે ભાગે કાલેજના પ્રાફ઼ેસરાજ શિખવતા. તે પ્રમાણે પ્રેા, કાથવટે પણ સ્કૂલમાં સંસ્કૃત શિખવતા. એમને રા. કમળાશંકર ઉપર ઘણા પ્રેમ હતા. એમની “ કાર્તિકૌમુદી ”નાં પ્રશ્ન એમણે રા. કમળાશંકર પાસે વંચાવેલાં. ડા. ભાંડારકરને પ્રેમ પણ તેવાજ હતા. સંસ્કૃત લઈ ને કાલેજને અભ્યાસ કરનારા ગુજરાતી વિદ્યાર્થીએની સંખ્યા,તે વખતે નહીં જેવીજ હતી. તેવા સમયમાં રા, કમળાશંકરને સંસ્કૃત ઉપર ઘણી પ્રીતિ હતી તે જોઈ ને ડૉ. ભાંડારકરને આનન્દ થતા. એક વખત ન્યાયના માસિક પરીક્ષાના એમના લખેલા પેપર એમણે કલાસમાં સઘળા વિદ્યાર્થીએ આગળ વાંચી સંભળાવ્યા હતા અને તેનાં વખાણ કીધાં હતાં. મિ. એલ. આર. વૈદ્યના મૃત્યુથી સંસ્કૃતના પરીક્ષકની જગા ખાલી પડેલી હોવાથી પ્રેા. કાથવટેએ જસ્ટિસ તેલગને લખ્યું કે પરીક્ષક તરીકે રા. કમળાશંકર નીમાવા જોઇએ.’ એ વિચારને ડા. ભાંડારકરે પણ ટેકા આપ્યા, અને ઇ. સ. ૧૮૯૧ થી ઇ. સ. ૧૮૯૭ સુધી એટલે સાત વર્ષ સુધી એએ એ પરીક્ષાઓમાં સંસ્કૃતના પરીક્ષક નીમાયા હતા. એ સાત વર્ષે એમણે પરીક્ષક તરીકે કામ કીધું, તેમાંનાં કેટલાંક વર્ષોમાં એમના સાથી તરીકે ડૉ. પીટર્સન હતા.
મુંબાઈની કાલેજમાં પ્રેાફેસર તરીકે કામ કીધા પછી ઇ. સ. ૧૮૯૨ ના જૂન માસમાં રા. સા. મહીપતરામના મૃત્યુ પછી રૂા. ૧૫૦)ની, પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજના વાઈફ્ પ્રિન્સિપાલની જગા નવી નીકળી અં. એમની બદલી થઈ. ઇ. સ. ૧૮૯૩માં ડેક્કન કૅાલેજમાંથી ડા. ભાંડારકર
૧૬