________________
રા. ખા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
સુધી, અને સરકારી નોકર તરીકે શ. ૩૦૦) સુધીના આપવાની ખુશી બતાવવામાં આવી. ખા. બ. દલાલે કહ્યું કે, “ ત્યાં રાજ્યના નાકર તરીકે વધારે પગાર મળે એમ છે, તેથી તમે ખુશીથી રાજીનામું આપીને જાએ. એ રાજ્યમાં કદાચ નહીં ફાવે તે! ખીજા કોઇ રાજ્યમાં હું તમને સારી નાકરી અપાવીશ. કેટલાક વખત વિચાર કર્યાં પછી રા. કમળાશ કરે સરકારી નોકર તરીકે જવું એજ વધારે સલામતીભરેલું ગણ્યું અને એ પ્રમાણેની ઇચ્છા એમણે દર્શાવી. પણ એ દરમિયાન, રાજ્યમાં નેકરીને લાભ થડા સમયને માટે લેવાની કઈક ખટપટ થયેલી તેને લીધે ત્યાંથી એવા જવાબ મળ્યા કે સરકારી નેકરી પર હક રાખી અહીં આવવાની ગેાઠવણ તમારે તમારી મેળે કરી લેવી. આ વાત અશક્ય હોવાથી ઇ. સ. ૧૮૮૯ થી ૧૮૯૦, એ એક વને માટે એમણે રજા લીધી, અને ભાવનગર ગયા. એ વર્ષ દિવસમાં તે કૅલેજમાં જાતજાતની ખટપટા જોઈ, રજવાડાની નાકરીથી કંટાળ્યા, અને રજા પૂરી થતે અમદાવાદ રૂ।. ૧૫૦)ને પગારે પહેલા ઍસિસ્ટંટ તરીકે પાછા ફર્યાં.
""
ભાવનગર છેાડવાના પ્રસંગ આવ્યા તે પ્રસંગે એમને કેટલાક પારઅંદરના છેકરાએ મળવા આવ્યા હતા, તેની સાથે વાતચીત થતાં અચાનક દ્વારકા જવાને વિચાર થઈ આવ્યેા. દલાલ સાહેબ તે વખતે અમરેલીના સુખા હતા, તેમને એ વિષે લખ્યું. તેમણે દ્વારકાના વહીવટદાર પર પત્ર લખીને હુ સારી રીતે વ્યવસ્થા કરી આપી; અને રા. કમળાશંકર સહકુટુંબપરિવાર પાલીતાણા, જુનાગઢ, ગિરનાર, પોરબંદર (સુદામાપુરી), વેરાવળ પ્રભાસપાટણ, ને દ્વારકા જઈ આવ્યા. એમને યાત્રાનેા શોખ વિશેષ હોવાથી એ સિવાય પણ ખીજી બીજી માટી યાત્રાએ એમણે કરેલી છે. શ્રીનાથજીની યાત્રા એમણે કરેલી તેનું સવિસ્તર વર્ણન રા. અતિસુખશંકર (એમના પુત્ર) નું લખેલું વસન્તમાં “ ચૌદ દિવસના ધાર્મિક પ્રવાસ એ નામથી પ્રસિદ્ધ થયું છે. તે સિવાય, ગયે વર્ષે દક્ષિણ તરફ ઠેઠ રામેશ્વર સુધીની યાત્રા એએ કરી આવ્યા હતા; અને મદ્રાસ, તિરૂપતિ (બાલાજી), શિવકાંચી, વિષ્ણુકાંચી, કુંભકામ્ કુંભધેણુમ્), ચિદંબરમ્, ત્રિચિનાપેલી ( ત્રિશિરઃપુરમ્ ), મદૂરા એ સવ જોવા લાયક સ્થળા જોઈ આવ્યા હતા. રામેશ્વર જતાં મદુરાની સેતુપતિ હાઈ સ્કૂલમાં મુકામ કર્યો હતા. ત્યાંના એટલા પર ખુરશી માંડીને એએ બેઠા હતા. તે વખતે ખુરશી અચાનક ઉથલી જવાથી એમને એટલાને પત્થર વાગ્યા હતા અને માથા પર સખ્ત ઘા થયા >
""
૧૦૫
૧૪