________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
વિશારદ'ની અને “શાસ્ત્રીની પરીક્ષામાં ઈ. સ. ૧૮૯૯ થી તે ૧૯૦૮ સુધી એઓ પરીક્ષક હતા, અને આ સાલમાં એઓ પાછા “શાસ્ત્રી ની પરીક્ષામાં નીમાયા છે. ઇ. સ. ૧૯૦૭ના વર્ષથી ૧૯૦૯ના વર્ષ સુધી મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં પણ સંસ્કૃતના પરીક્ષક તરીકે એઓ હતા. પંજાબની “શાસ્ત્રીની પરીક્ષાનો અભ્યાસક્રમ અહિંની એમ. એ.ની પરીક્ષાના જેટલો હોય છે. ન્યાય, વેદાન્ત, વ્યાકરણ,-એ સઘળા વિષયમાં અહીંની પેઠે પરીક્ષા લેવાય છે, પણ ત્યાં “શાસ્ત્રી અને તેનાથી ઉતરતી “વિશારદ એ બેઉ પરીક્ષામાં પ્રશ્નપત્ર પણ સંસ્કૃતમાંજ કઢાય છે અને ઉત્તર પણ સંસ્કૃતમાં આપવાના હોય છે એ મોટો ફેર છે. અહિં “સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાન્ત પ્રાઈઝ”ને માટે એમ. એ.ને વિદ્યાર્થીઓને સંસ્કૃતમાંજ જવાબ આપવા પડે છે તેવુંજ ત્યાં “શાસ્ત્રી” અને “વિશારદ'ની પરીક્ષાઓમાં થાય છે.
ઈ. સ. ૧૯૦૫માં “Secondary Teachers' Training College” નવી સ્થપાવાની હતી તેના વાઈલ્સ પ્રિન્સિપાલ તરીકે રૂ. ૩૦૦-૫૦-૫૦૦ના પગારથી ખાસ રા. કમળાશંકરની પસંદગી કરવાને જાઇલ્સ સાહેબને વિચાર હતો. તે વિષે એમણે રા. કમળાશંકર ઉપર પત્ર લખ્યો, તેમાં લખ્યું હતું કે
“You as a Sanskrit scholar and authority in the Vernaculars would, I think, be very useful in the work of the College in developing to the normal students the relations between languages and the proper view of history. But your long experience as a Head Master and Head of a Training College is of course what would specially render you valuable in a Secondary Training College. May I add that your own personal character would also, I thing, have a most useful influence over young men who are learning how to teach others.".
રા. કમળાશંકરે રૂ. ૩૦૦)ના પગારે એ જગા લેવા નાખુશી બતાવી ત્યારે જાઈલ્સ સાહેબે રૂ. ૪૦૦-૫૦-૫૦૦ અને આખરે એકદમ રૂ. ૫૦૦)
૧૦૯