________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
કલાસ સબ જજજ છે ) સુરત મિશન હાઈ સ્કૂલમાંથી રજા પર ગુલા તેમની જગાએ શિક્ષક તરીકે એક મહીનો રૂ. પ૦)ને પગારે કામ કીધા પછી સરકારી હાઈ સ્કૂલમાં નવમા ઍસિસ્ટંટની જગા સબ પ્રેમ રૂ. ૫૫). ને પગારે અથવા મરજી હોય તો રાજકોટમાં રૂ. ૮૦)ને પગારે એમને મળે એમ હતું. એમણે રાજકોટની જગા પસંદ કીધી, પણ ઘરનાં માણસોને સુરત છેડી રાજકોટ જવાના વિચારથી ઘણો ખેદ થયે એટલે રાજકોટ જવાને વિચાર માંડી વાળ્યો અને તરત તાર કીધે કે “more willing for Surat: accidental reason” (pus Bidoul loc લીધે સુરતમાં નોકરી લેવાને વધારે ખુશી છું). સાડાચાર મહીના સુધી સુરતમાં નોકરી કીધા પછી દોઢ મહીને રહીને ઇ. સ. ૧૮૭૮માં ભરૂચ હાઈ સ્કૂલમાં રા. બા. પાર્વતીશંકરના હાથ નીચે રૂા. ૬૦)ને પગારે રા. ગગલ વનમાળી પાઠેકને ઠેકાણે એમની નીમણુક થઇ. તે વખતે શંકર પાંડુરંગ પંડિતની-ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર-ઑફિસમાં રૂ. ૫૦)ની જગા ખાલી હતી. એ ખબર મિ. મોદક મારફત આવી હતી, પણ એ જગા લેવાથી આગળ કંઈ ઝાઝે લાભ મળે એમ જણાયું નહીં તેથી એની ના કહી.
ભરૂચ હાઈ સ્કૂલમાં એ નવ મહીના રહ્યા તે દરમ્યાન રા. બા. પાર્વતીશંકરની એમણે ઘણી પ્રીતિ સંપાદન કીધી. એમનું શિક્ષણ જોઈને, એમની કાળજી અને ખંત જોઈને, અને શિષ્યોમાં એમનો સાર ધાક રહેતે જોઈને એ ઘણા ખુશી થયા. પણ રા. બા. પાર્વતી શંકરની પ્રીતિનું સૌથી મોટું કારણ તો એમનામાં તે વખતે સત્યનો જે પ્રેમ જણાય અને સદ્વિચારની જે સ્વતંત્રતા જણાઈ તે હતું. એ સત્યપ્રીતિ અને એ વિચારસ્વાતંત્ર્યનો એક દાખલો આ સ્થળે આપ અપ્રાસંગિક નહીં ગણાય. એક વખતે પબ્લિક સર્વિસની પરીક્ષામાં સુપર્વાઇઝરનું કામ રા. કમળાશંકરને સોંપવામાં આવ્યું હતું. પરીક્ષામાં બેઠેલા એક વિદ્યાર્થીની ટેપીમાંથી લખેલા કાગળિઆ નીકળી આવ્યા. આથી રા. કમળાશંકરે એ કેસ કમિટિ આગળ રજુ કીધે. એ વખતે પબ્લિક સર્વિસની પરીક્ષા માટે ત્રણ જણની કમિટિ નીમાતી. એક હાઈ સ્કૂલના હેડમાસ્તર (રા. બા. પાર્વતીશંકર), તેમના પહેલા મદદનીશ શિક્ષક (રા. છબીલારામ દોલતરામ, જેઓ સુરતના એક ધર્મચુસ્ત નાગર બ્રાહ્મણ છે, તે), અને ડેપ્યુટી એન્યુકેશનલ ઈન્સ્પેકટર ( શાસ્ત્રી ગણપતરામ ). છબીલારામ તે વખતે સુરત
૧૦ ૩