________________
ગ્રંથકાર, ચરિત્રાવલી
કર્યાં હતા. એએ અંગ્રેજી ચેાથા ધારણમાં હતા ત્યારથી વિશ્વનાથ શાસ્ત્રીને ત્યાં સંસ્કૃત શીખવા જતા. એ વિશ્વનાથ શાસ્ત્રી તે સુરતના સુપ્રસિદ્ધ શાસ્ત્રી દિનમણિશંકર ( જેની કીર્તિ હિંદુસ્તાનમાંજ નહીં, પણ યુરોપના સંસ્કૃત ભાષાભિજ્ઞામાં પણ ફેલાયલી છે, જેના કીમતી પુસ્તકાલયના ડા. લર જેવા વિદ્વાનેા અને પ્રાચીન સાહિત્યશોધકોએ છૂટથી ઉપયેગ કરીને સંગીન સેવા બજાવી છે, જેએ સુરતના ચાર “દદ્દા’–(દુર્ગારામ, દલપતરામ, દાદોબા, અને દિનમણિશંકર )–માંના એક હતા, અને જેમણે વિલાયત જઈ આવનારા રા. સા. મહિપતરામ રૂપરામને પાયશ્ચિત્ત આપી પાવન કરીને આખી નાગરી ન્યાતના ઉપર હમેશને અને ભૂલાય નહિ એવા ઉપકાર કર્યો છે તેમના ) શિષ્ય હતા. વિશ્વનાથ શાસ્ત્રી સિવાય, સુરતના સગરામપરાના માર્તંડ શાસ્ત્રી પાસે જઈને પણ એમણે સંસ્કૃતને અભ્યાસ કરેલા. એ શાસ્ત્રીને ત્યાં જવામાં રા. બળવંતરાય ( જેએ હાલમાં સુરતના એક બાહોશ વકીલ અને આગેવાન શહેરી છે અને જેએ પણ ત્રિપુરાશકર મહેતાજીના પુત્ર થાય તે પણ ) એમની સાથે હતા. બન્ને સાથે ‘લઘુકૌમુદી’ના અભ્યાસ કરતા. બી. એ. થયા પછી રા. કમળાશ કર સુરતની નાણાવટમાં રહેનારા દુર્ગાશંકર શાસ્ત્રી પાસેથી · સિદ્ધાન્તકૌમુદી શીખ્યા, અને બાકીનું સંસ્કૃત જ્ઞાન એમણે પોતે પેાતાની મેળે સંપાદન કીધું. પણ વિદ્વત્તાભર્યા પુસ્તકા વાંચ્યા કર્યાંથી કંઈ પેટ ભરાતું નથી અને એકલી વિદ્યાને સેવ્યા કર્યાંથી કઇ વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી. રા. કમળાશંકરે પોતાનું વિદ્યાર્થિન પૂરું થયા પછી દ્રવ્યપ્રાપ્તિને માટે કયે
6
"
મા શેાધ્યા તે તરફ હવે આપણે વળીએ. જે વર્ષે એ બી. એ. માં પાસ થયા તેજ વર્ષે સર રિચર્ડ ટેપલના એવા રાવ હતા કે મહેસુલી ખાતાના તીજોરરની રૂા. ૩૫)ની જગા તરતના બી. એ. થયલાઓને આપવી. ત્યાં દોઢ વર્ષ સુધીને અનુભવ મેળવ્યા પછી મામલતદારી મળે એવી રીતની વ્યવસ્થા હતી. એ દોઢ વર્ષમાં higher અને lowerની પરીક્ષા આપવાની હતી. એ જગા માટે એમણે અજી પણ કરેલી અને જગા સુરત શહેરમાં ખાલી પણુ હતી. પણ સુરત શહેરમાં નીમણુક ન થતાં સુરતના માંડવી તાલુકામાં નીમણુક થઇ. ત્યાંનું પાણી ખરાબ, અને ત્યાં જવાથી એક સગાનું મરણ થયલું, તેથી એમના બાપ અને સસરા બેઉએ સખ્ત ના કહી, એટલે એ જગા લેવાના વિચાર એમણે માંડી વાળ્યો અને એ કેળવણી ખાતામાં દાખલ થયા. રા. ગુલાબદાસ નાણાવટી ( જે હાલ
૧૦૨