________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
પણ પડી નહીં, કારણ કે એમને પોતાના અભ્યાસ દરમ્યાન સ્કેલશિપ મળતી હતી. પહેલી ટર્મમાં દશ રૂપિયાની ઑલર્શિપ મળતી, અને પછી છમાસિક પરીક્ષાના પરિણામ પ્રમાણે બાકીના વર્ષમાં પંદર રૂપિયાની મળતી. જેઓને આવી ઑલર્શિપ મળતી તેઓને કોલેજની ફીના મહિને ત્રણ રૂપિયા આપવા પડતા, અને બીજા વિદ્યાર્થીઓને પાંચ રૂપિયા આપવા પડતા. છમાસિક પરીક્ષા લેવાતી તેને માટે અંગ્રેજી તથા સંસ્કૃતમાં અભ્યાસક્રમ બહારની વધારાની (extra) ચોપડીઓ આગળથી નક્કી કરવામાં આવતી અને તેમાંથી પ્રશ્નો પૂછાતા. મુકરર કરેલા અભ્યાસક્રમમાં તે વખતે નિબન્ધને સ્થાન અપાયું નહોતું, તોપણ અંગ્રેજી સારું શિખવવામાં આવતું, નિબન્ધો પણ લખાવતા, અને જે નિબન્ધો ઉત્તમ હોય તેના ઉપર
Princeps” એમ લખવામાં આવતું. રા. કમળાશંકરના લખેલા નિબધ ઉપર “ Princeps” એમ ઘણી વાર આવેલું. નિબન્ધ સિવાય ભાષાજ્ઞાનની કસોટી કરવા માટે પ્રશ્નપત્રોમાં ઘણી વાર વિવેચન કરવાનું પણ કહેવામાં આવતું.
પહેલે વર્ષે રા. કમળાશંકર, સ્વ. રતિરામ, રા. લલિતારામ, રા. લલિતાશંકર વ્યાસ એ સર્વે એકજ જ્ઞાતિના બધુઓ સાથે ભણતા. પણ રા. લલિતાશંકર એફ. ઈ. એ. માં નાપાસ થયા, અને રા. લલિતારામ, પરીક્ષામાં બિલકુલ બેઠાજ નહીં. એટલે એમને લાંબા વખત સુધીનો સહવાસ તે સ્વ. રતિરામની જોડે જ રહે. બેઉ સાથે રહેતા, સાથે ભણતા, સાથે રાંધતા, અને સાથે જમતા. બેઉ જ્યારે યુનિવર્સિટિના ફેલો નીમાયા ત્યારે તેમના માનને માટે સુરતની નાગર બ્રાહ્મણ જ્ઞાતિનો મેળાવડો કરવામાં આવ્યો હતો તે પ્રસંગે રે. રતિરામ તરફથી એ જૂની મૈત્રીના સમ્બન્ધ વિષે ઘણું અસરકારક નિવેચન કરવામાં આવ્યું હતું, અને રા. કમળાશંકર ના હૃદયમાં પણ એ પૂર્વકાળના છૂપાં સ્મરણો તાજા થઈ આવ્યાં હતાં.
એ વખતે એલ એલ. બી. ની ટર્મ આગળથી ભરી શકાતી હતી. પણ રા. કમળાશંકર તો દોઢ વર્ષ રહીને એફ. ઇ. એ. થવાના વિચારથીજ મુંબાઇ ગયા હતા, અને મુંબઈમાં વધારે વખત રહેવાનો એમને વિચાર નહોતો; વળી, રાઈનું કામ પણે હંમેશાં હાથે કરવાનું હતું એટલે તેમાં વખત જતે, તેથી એલ એલ. બી ની ટર્મ એમણે ભરી નહોતી.
કોલેજ તે વખતે ભાયખલામાં હતી. કોલેજમાં અભ્યાસક્રમ ત્રણ વર્ષને