________________
ગ્રંથકાર ચરિત્રાવલી
શુષ્કર મટ્રિકયુલેશનની પરીક્ષામાં બેઠા. એ વખતે એમની ઉમ્મર ૧૭ વર્ષની હતી. મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને લખવા ઉપરાંત, મ્હાડાની પરીક્ષા પણ આપવી પડતી. અંગ્રેજીનું પરિણામ જણાયા પછી એ પરીક્ષા લેવાતી, અને અંગ્રેજીમાં જે પસાર થયા હોય તેએતેજ એ પરીક્ષા આપવાના શ્રમ લેવાની, પરીક્ષકો જાણે અજાણે બાળક છેાકરાને ગભરાવી મૂકે તે તે ગભરામણ સહન કરવાની, અને અન્તે સામા ું જે કઇ પરિણામ આવે તેના હશોક પામવાની જરૂર પડતી. આ સઘળાંની રા. કમળાશકરને પણ જરૂર પડી, અને આખરે એ પરીક્ષામાંથી તેઓ ઉત્તીર્ણ થયા.
પણ “ માટલીપુટી”ની “માથાકુટી'માંથી છૂટયા એટલે સઘળીજ માથાકૂટને અન્ત આવ્યો એમ નહેાતું. આગળ અભ્યાસ કરવાને માટે છે!રાને મુંબઇ મેકલવે! કે કેમ, એને કાલેજનું શિક્ષણ આપવું કે ડિસ્ટ્રિકટ પ્લીડરની પરીક્ષામાં મેાકલીનેજ સન્તોષ માનવેા, એ મહાપ્રશ્ન રા. કમળાશંકરના પિતા આગળ આવીને ઉભે! રહ્યો. અંગ્રેજી ભણવાના જેતે વિચાર કાચા હતા તે પિતાના સ્વતંત્ર રીતને નિર્ણય કેવા પ્રકારનો થયા હતા એ વિષે કલ્પના કરવી નિરર્થક છે. રા. કમળાશંકરનું પોતાનું વલણ સ્વાભાવિક રીતે મુંબઈ જઈ ને આગળ અભ્યાસ કરવા તરફ હતું. પણ છેવટને નિર્ણય કરવાનું કામ તેમના હાથમાં નહોતું. આ સમયે તેમના મનમાં ઘણા ગુંચવાડા થતા, અને શું કરવું તે તેમને સૂઝતું નહીં. એમના સહાધ્યાયી મિત્ર રા. ઇચ્છારામ ભગવાનદાસે તા એમને કહ્યું કે “હું જો તમારી જગાએ હાઉં તે એમને એમ ઘરમાંથી પેાલ થઇ જાઉં.” પણ તેમ કરવાની વૃત્તિ એમનામાં બિલકુલ હતી નહીં. આખરે એ બાબતમાં ખા. ખા. દલાલની સલાહ લેવામાં આવી. તેમણે જણાવ્યું કે “ તમે મુનસફની પરીક્ષામાં પણ એક મહિનામાં પાસ થશે. પણ ધૃષ્ટતાની તમને જરૂર પડશે તે તમારામાં નથી. માટે તમે શિક્ષક થાઓ. કાલેજને અભ્યાસ કરવા માટે જો પૈસાની મદદ તમારે જોઇતી હોય તો તે મદદ હું આપીશ.
""
એ સલાહ પ્રમાણે મુંબાઈ જવાને ટરાવ થયા, અને રા. કમળાશકરે ઇ. સ. ૧૮૭૬માં મુંબાઇની એલિફન્સ્ટન કૉલેજમાં દાખલ થઈ ને પેાતાને અભ્યાસ શરૂ કીધા. ખા. ખ. દલાલે પૈસાની જે મદદ આપવાનું કહ્યું હતું તે એમને લેવી તેા નહાતીજ ને લેવાની એમને બિલકુલ જરૂર
૯૮