________________
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી.
નંબરની નિશાળમાં હતા, અને કેશવરામ મહેતાજી ગોપીપરાની છઠ્ઠા નંબરની નિશાળમાં હતા. એ મહેતાજીઓ આળસુ અને બેદરકાર નહોતા, પણ તન દઈને શિખવતા અને છોકરાઓ તરફ વાત્સલ્યભાવથી જોતા. ત્રિપુરાશંકર મહેતાજી અને કેશવરામ મહેતાજીની નિશાળો વચ્ચે હમેશાં ભારે સ્પર્ધા ચાલતી. મેહનલાલ રણછોડલાલ ઝવેરી તે વખતે ડેપ્યુટી હતા. તેમને દબદબો ભારે હતો અને તેમનું માન હાલના “ડિપટી ઓ કરતાં વિશેષ હતું. રા. કમળાશંકર ગોપીપરાની નિશાળમાં શીખતા ત્યારથી સ્વ. રતિરામ દુર્ગારામ પણ તેમની સાથે જ હતા, અને કોલેજ સુધીનો અભ્યાસ પણ બેઉએ સાથે રહીને કર્યો હતે.
એ વખતના પ્રાથમિક શિક્ષણ વિષે આપણે કેટલુંક કહી ચૂક્યા, તો તેની સાથે એ વખતની રમતે વિષે પણ બે બોલ કહેવા ઠીક પડશે; કારણ કે રમત અભ્યાસથી શ્રમિત થયેલા કે શિક્ષકની સોટીના સન્તાપથી સીઝાઈ ગયેલા ચિત્તને વિશ્રાન્તિ અને વિનોદ આપવા ઉપરાંત, માણસના બુદ્ધિબળ અને નીતિબળ વધારવામાં પણ ઘણે ઉપયોગી ભાગ ભજવે છે. મુખ્ય રમતમાં ગિલ્લીદંડા, મંજા, હરમાનનું પૂછડું–એ ગણાવવા જેવાં છે. તે વખતે ક્રિકેટની વધારે સુધરેલી પણ વધારે ખરાળ રમત પ્રચારમાં આવી નહોતી, પણ ગિલ્લીદંડાની રમત વધારે સાધારણ હતી. વળી, હોળીનું તોફાન તે વખતે હાલના કરતાં કંઈ ઓછું નહોતું; પણ તે વખતે હમણાંના વેગણુયુદ્ધ'ને બદલે “વાંસડાયુદ્ધ ચાલતું. એવા યુદ્ધમાં ભાગ લેનાર વીર બટકોમાંના એક રા. કમળાશંકર હતા. પણ જેઓને પુસ્તકનો પ્રેમ વિશેષ હોય તેવાઓના કર્મનું ક્ષેત્ર જુદું જ હોય છે, અને તેઓ રણક્ષેત્રમાં વિજયવન્ત નીવડીને અન્યને ઈર્ષાના કારણે થાય એવું કવચિતજ બને છે. રા. કમળાશંકરે પણ વાંસડયુદ્ધની વીરતાને લીધે બટુકવર્ગમાં વિશેષ વિખ્યાતિ મેળવી હોય એમ જણાતું નથી.
બાર વર્ષની ઉમ્મરે રા. કમળાશંકરનો ગુજરાતી સાત પડીને અભ્યાસ પૂરો થયો. એમના સહાધ્યાયી સ્વ. રતિરામે ગુજરાતી નિશાળ છેડી કે તરતજ અંગ્રેજી માટે બ્રાંચ સ્કૂલમાં જવા માંડયું. પણ રા. કમળાશંકરના પિતાને વિચાર એમને અંગ્રેજી ભણાવવાનો પાકો થયો નહોતો તેથી એક વરસ વિચારમાં ને વિચારમાં નીકળી ગયું. ત્યાર પછી એમણે બ્રાંચ સ્કૂલમાં જવા માંડયું. તે વખતે એ સ્કૂલના હેડમાસ્તર તરીકે મણિધરપ્રસાદ તાપીદાસ નામના નાગર ગૃહસ્થ હતા. તેમનું શિક્ષણ સચોટ
૯૫