________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
સ્થાન છે; હાલના મહારાવશ્રી ખેંગારજી સવાઈ બહાદુર કવિઓના કદરદાન છે; તેમના મૂળ દિવાન બહાદુર મણીભાઈ જશભાઈ ગુર્જર સાહિત્યની વૃદ્ધિના સંપૂર્ણ સહાયક હતા તથા તેમના પછી મહારાવશ્રીના મંત્રી રા. રા. છેટાલાલ સેવકરામ, જે જાતે જ ઉત્તમ કવિ છે, જેમના હાથમાં ભાષા સાહિત્યને ઉતેજન આપવાનું સેપવામાં આવ્યું છે; કચ્છ રાજ્ય તરફથી ગ્રંથકારેને સારું અનુમોદન મળવાનાં કારણ એજ છે. અત્યાર સુધીમાં પ્રસંગેપાત મારા હાથે લખાયેલી એક એક ફર્માની સાત નાની ચોપડીઓ છપાઈ છે; આરેગ્યતા અને સ્વચ્છતાને તથા શૌર્ય વિશે નિબંધ અને કેટલીક પ્રાસ્તાવિક કવિતાઓ છપાવવાની છે; પણ મારા જે ગ્રંથા લેકપ્રિય થઈ છપાઈ પ્રસિદ્ધ થયા છે, જેની સંખ્યા દશની છે; તેણેજ ભારો યશ વિસ્તાર્યો છેજે નીચે પ્રમાણે છે – (૧) લીલાવતી કથા (૨) ભરૂચ જીલ્લાને કેળવણુ ખાતાને ઈતિહાસ (૩) પ્રતાપ નાટક (૪) મનેવિકાર તથા આશા નિરાશા વિષે નિબંધ (૫) લઘુભારત ભાગ ૧ (આદિ, સભાપર્વ) (૬) લઘુભારત ભાગ રજે (વન પર્વ) (૭) લઘુભારત ભાગ ૩જો (વિરાટ તથા ઉદ્યોગ પર્વ). (૮) લઘુભારત ભાગ (ભીષ્મ, દ્રોણ, કર્ણ શલ્ય શકિતક તથા
સ્ત્રી પર્વ ) (૯) બાળલગ્નથી થતી હાની વીશે સરસ્વતી ગુણવંતની કથા (૧૦) પાર્વતી કુંવર ચરિત્ર
છેલ્લા બે ગ્રંથે ગુજરાત વર્નાકુલર સોસાયટીઓ છપાવ્યા છે.
૧૧)
અમદાવાદ, તા. ૨૯-૧-૦૭.
સંવત ૧૯૬૩ માઘ શુકલ ૧૫ મંગળવાર
. . . . ભટ,
૩