________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
નામદાર શ્રીમંત સયાજીરાવ ગાયકવ્રાડની સવારી સન ૧૮૮૫ ના એપ્રીલમાં પેટલાદ. મહાલમાંથી પાછી ફરતા વડેદરે જવા નડિયાદ સ્ટેશને આવી હતી; એ સમયે નડિયાદના દેશાઈ બેચરદાસ વિહારીદાસે તેમના સન્માન માટે સ્ટેશન પાસે શમિયાને ઉભે કરી સારે સમારંભ કર્યો હતો. તે તકે મહારાજાને સંભળાવા મારા હિતેચ્છુ મિત્ર માસ્તર મનસુખરામ નરસીદાસના આગ્રહથી મેં એક કવિતા આગળથી રચી રાખી હતી, જે મહારાજા શ્રીના સન્માનની પ્રક્રિયા પૂર્ણ થતા તેમને શ્રવણ કરાવવા હું તે નામદારના સન્મુખ , તે વખતે નડિયાદના સબજજ રા. સા. હરિલાલ સત્યવાદીએ મને કહ્યું કે–“ વખત થોડે છે માટે selected portion ( પસંદ કીધેલો ભાગ ) વાંચજો.” કહ્યું કે, “ જે છે તે તેવું જ છે. ” કવિતા મહારાજાની પ્રશંસાની નહોતી, પણ રાજાને ઉપયુક્ત તત્વ બોધની આશીર્વાદ યુક્તની હતી. તેના આરંભન દોહરો આ પ્રમાણે હતો:
દેહેરે. “ રાવ વખાણ કરી જલે, કંઈ કવિ શુભ શરપાવ,
રાવ બોધ કરી રીઝ શુભ, માંગુ સયાજીરાવ.” મારી કવિતા અર્ધિક વંચાતા મહારાજાના સેક્રેટરીએ–તેઓ શ્રીને સ્પેશીઅલ ટ્રેન ઉપડવાના સમયની સ્મૃતિ આપી, એથી મહારાજાએ “ વૈચ ” કાઢી જોઈ ચંચળ વૃતિ કરી, તે સમયે મેં કહ્યું કે રાજાઓ પ્રત્યેક કામ માટે ઘડિયાળ કાઠી વખત સામે જુએ છે. પણ કવિઓ તથા કારીગરે તેમને માટે જે કરે છે તેમાં તેમ કરતાં નથી. ” મારું આ કહેવું સાંભળી મહારાજા શ્રી ઉભા થએલાં છતાં મુખ મલકાવી પિતાના આસન ઉપર બેસી ગયા, અને મારી કવિતા સંપૂર્ણ લક્ષપૂર્વક એક ચિતથી સાંભળી બહુ પ્રસન્ન થયાં, અને મનન કરવા તે માંગી લીધી. એ પછી ટ્રેનમાં બેસતાં તેમને વડોદરે હું જાઉં તો તેમને મળું એવી ઈચ્છા જણાવેલી. તે ઉપરથી નડિયાદના નાગર સંગ્રહસ્થ, રા. રા. મોતીભાઈ રૂધ્ધનાથજી પંડયાએ એ વાતની ખબર મને કરી હતી પણ કાળ બળે તેવો ચોગ આવ્યો ન હતો.
સંવત ૧૯૫૮ ના જેષ્ટ માસમાં કચ્છના નામદાર મહારાવ શ્રી ખેંગારજી સવાઈ બહાદુરનાં કુંવરી શ્રી બ. કુંવરબાના લગ્ન પ્રસંગની કંકોત્રી આવવાથી હું ત્યાં ગયો હતો. ભુજનગર જતાં ગાડાનું પૈડું મારે
૧.