________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
લઘુ કાવ્યમાં રચી સન ૧૮૯૦ ના નવેંબરમાં મેળવ્યું હતું. આ કાવ્યનું પારિતોષિક સભામાં તે વંચાવી આપવાનું ઠર્યું હતું, એથી તેમ તથા સભાધ્યક્ષ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ ઇનામની રકમ સ્વહસ્તે આપતા ઉચર્યા હતાં કે–“રા. ગણપતરામની કવિતા ઘણી સારી છે; અને તેથી હું ધારું છું કે જેમ સોસાયટીએ મને સોનાને અક્ષરે કવીશ્વર પદ કોતરાવી આપ્યું છે તેમ એમને પણ આપે તો ખોટું નથી. એવા ગ્રહને તે સોસાયટી સરખાએ રૂા. ૧૦૦] ને દર માહે કવિતા કરવા રાખવા જોઈએ.”
પરોક્ષે મારી શક્તિનું માપ જાણી લીધા પછી વિદ્વાને વખાણે, વારંવાર જેની કથા થતે અભાવ ન થાય, જે ચિરકાળ પર્યત નાશ ન પામે, પણ જેની પરંપરા ચાલુ રહે તથા જેમાંથી જાણવાનું, બોધ લેવાનું ભારત જનો બહુ મળે એવો શિષ્ટ ગ્રંથ રચવાનો મને અભિલાષ થયો. વિચાર કરતાં એ વાતને યોગ્ય વિષય અને શ્રી વ્યાસ નારાયણ કૃત મહાભારત ભાસ્યું. અને તેથી મેં સંવત ૧૯૪૮, સન ૧૮૯૨ માં ગુર્જરગિરામાં કવિતા રૂ૫ લઘુભારત રચવાનો આદર કર્યો. કામનું મંડાણ કરતાં તો કર્યું પણ પછી મને એ કામ મારી શક્તિ–ઉપરાંતનું સમજાયું; તે પણ પુરૂષ પ્રયત્ન શું કરી શકતા નથી. એ વિચાર દ્રઢ કરી હું મારા યત્નમાં લાગુ રહ્યો, એથી કામની કઠિનતા સરલ રસવતિ થતી ગઈ જેથી હું આજ સુધીમાં લઘુ ભારત ના ચાર ભાગ રચી પ્રસિદ્ધ કરી શક્યો છું; જેમાં મારી યોજના હતી એટલુ આવી ગયું છે. પ્રથમ ભાગના પ્રસિધિ પત્ર રૂપે મેં જાતેજ વેશ ભજવ્યું હતું, જેમાં પ્રશંસાના મેજ કાને બહુ અથડાઈ કવિવર પ્રેમાનંદ જેવો કહેવાતો સંભળાઈ મારી કૃતિનું માપ જાણી લઈ હું ઘેર આવ્યો હતો, પણ તેથી પ્રતાપ નાટકના જેવું ઉતજન મેળવી શક્ય નહોતે, જે માત્ર એ કામનીજ બલીહારી હતી. પણ ખરી બલિહારી મેં દિ. બા. મણીભાઈની સાથે વિતા પ્રશ્નો, ર, રસાતમને સ્તથા જેવી જોઈ, કે જેમના સહાયે કરી લઘુભારત ભાગ ૧ લો પ્રસિદ્ધ થયે. ભોજ જેવા સાહિત્ય ભોગી તે નામાંકિત નર સ્વર્ગવાસી થયા પછી વિના પ્રયાસે અમદાવાદ શહેરના શ્રીમાન રા. રા. ચીનુભાઈના ઉદાર હૃદયમાં દિ. બા. મણિભાઈ વિદેહ થતાં નિવસ્યા નહિ હોય શું ? એવો અનુભવ તેમના સમાગમથી મને થયો છે. એક ઉદાર આત્મા અનેક શુભ કાર્ય કરી શકે છે તે જ્યાં એક દેહમાં તેવા બે મળે તો શું ન થઈ શકે ?
૮૯
૧૨