________________
ગ્રંથકાર ચરિત્રાવલી
લખી મોકલ્ય; જેની “ફેર કોપી” કરવાને સમય મળે નહેતે હરિફાઇના ત્રણ નિબંધ ગએલામાં મારો પાસ થવાની પૂર્ણ આશામાં હું હતો, પણ તેમાં વેવિશાળિ વર થવા જેવો જોગ બનવાથી હું નિષ્ફળ થયા હતા; પણ એ પછી કચ્છ દરબાર તરફના “મને વિકાર તથા આશા નિરાશા” નાં બે નિબંધ લખી રૂ. ૧૫૦) પારિતોષિક મેળવી શક્યા હતા. પ્રથમ નિષ્ફળ નીવડેલે નિબંધ “ બુદ્ધિપ્રકાશ” ના પૃષ્ટ ર૦૦ ના પુરતે રૂા. ૩૦૦) ઇનામ માટે હતો ત્યારે આ સફળ થએલા નિબંધ પ્રત્યેક “ બુદિપ્રકાશ” જેવડા પૃષ્ઠ ૪૦ માં માંગ્યા હતા. કચ્છ દરબાર તરફ આઠ નિબંધે રચાવવાની જાહેર ખબર સન ૧૮૭૮માં પ્રસિદ્ધ થઈ હતી તેમાંનાં એ બે નિબંધ હતા. એ આઠ નિબંધમાં પ્રત્યેકનું ઈનામ રૂ. પ૦) રાખ્યું હતું, જેમાં “ સત્સંગ” વિષેને રા. રા. મણીશંકર પ્રભુરામ પંડિતનો પસંદ પડયો હતો. એ પછી બીજા નિબંધનું ઈનામ વધારી પ્રત્યેકના રૂા. ૭૫) કરી અમુક ગ્રંથ કર્તાને આપવા ઠરાવ થયો હતો, જેમાં જે લખવાની ધર કેઈએ નહિ ઝીલેલી એવા બે-“ મનોવિકાર તથા આશાનિરાશા ” નાં મને આપવામાં આવ્યા હતા, જે પરિક્ષકને બહુજ પસંદ પડયા હતા, તેથી દિ. બા. મણીભાઈએ તેમના અભિપ્રાયની નકલ મને જોવા મોકલી તે સાથે એ નિબંધથી પિતાને ઉપજેલે પરમ સંતેષ પત્ર દ્વારે લખી જણાવ્યું હતું. આ નિબંધનું પારિતોષિક આપવા પછી કચ્છ દરબારને ખર્ચ છપાવી તેના ગ્રંથ સ્વામિત્વને લાભ પણ મનેજ આપવામાં આવ્યો હતા, આ પછી સન ૧૮૮પમાં કચ્છ દરબાર તરફના નિબંધોમાંનો
શૌર્ય” વિષેને નિબંધ જેને સે હતા તે લખી ન શકવાથી મને આપવામાં આવ્યો, જે લખી હું રૂા. ૭૫] મેળવી શક્યો હતો. મારા સાંભળવા મળે એ નિબંધ ગુ. વ. સોસાયટીને છપાવી પ્રસિદ્ધ કરવા આપેલો પણ ગેરવલ્લે પડી જવાથી છપાયે નહોતે. બાકીના નિબંધોનું શું થયું તે જાણવામાં આવ્યું નથી. આઠ નિબંધમાં નવમો “બાળલગ્ન” વિષેનો લખવા ઉમેરાયો હતો. એ નિબંધો ભેગા છપાવી તેને “કચ્છ નિબંધ સંગ્રહ” એવું નામ આપવું એવી દિ. બા. મણિભાઈની ઇચ્છા હતી. આ પછી શેઠ હરિવલ્લભદાસ બાળગેવિંદદાસ સ્મારકનું રૂ. ૧૫) નું ઈનામ
બાળલગ્નથી થતી હાનિ” વિષે ઇનામી કાવ્ય કલ્પિત સરસ્વતી ગુણવંતની કથા લખવાથી ગુ. વ. સો. તરફથી મને ૧૮૮૯ માં મળ્યું હતું, તથા તે પછી પારવતી કુંવર સ્મારકનું રૂા. ૩૦) નું ઈનામ “પાર્વતિ કુંવર ચરિત્ર