________________
ગ્રંથકાર ચરિત્રાવલી
નાટક દ્વારા મેં મારું ભાવિ જેવાને નિશ્ચય કરી નેકરી ઉપરથી રજા લઈ "દેશાટન કરવાને આદર કર્યો. રાહુની છાયામાં રહે કોઈ પણ ગ્રહનું ગ્રહણ
છૂટતું નથી. જે તે ગતિ કરી ખસે તજ પાછે તેને પ્રકાશ થાય છે; મેં - આ વાતનું અનુકરણ કરી મારા ભાવીને પ્રકાશ થવા પ્રતાપ નાટકના પ્રસિદ્ધિ પત્રરૂપે ખેડેથી ખશી મારું અદષ્ટ અજમાવી જોયું; જેનું પરિણામ ધાર્યા કરતાં અતિ ઉત્તમ આવ્યો. પ્રતાપ નાટકની કૃતિએ મારા ભાગ્યની ઉધી પડેલી નૌકા છતી કરી નાખી. રા. સા. મોતીલાલ ચુનીલાલ એ સમયે મહેમદાબાદમાં મામલતદાર હતા, અને ભરૂચમાંથીજ મારા શુભેચ્છક સ્નેહી થયા હતા, તેમના આગ્રહથી દીન ૬ની “કેજ્યુયેલ” રજા લઈ તા. ૧૬ મી માર્ચ ૧૮૮૨ માં મેં લીંબડીના ઠાકર સર જસવંતસિંહની ભેટ લઈ સભા ભરાવી પ્રતાપ નાટક પ્રદર્શિત કર્યું. જ્યાં મારું સારું સન્માન થયું. એ પછી તા. ૧૩મી એપ્રીલથી માસ ૧) ની હકની રજા લઈ ભાવ- નગર, પાલીતાણા આદિ સ્થળે ફર્યો પણ સમયની પ્રતિકુળતાથી ધાર્યો અર્થ સર્યો નહિ, તો પણ ફેરો નિષ્ફળ ન જતાં ત્યાં સારું બીજારોપણ થયું, જેથી બીજી વખતના પ્રવાસમાં ઇચ્છત કામ ભાવનગર તથા જુનાગઢ જવાથી થયું. ટૂંકી રજામાં ધાર્યું કામ કરવામાં ઠીક ન પડવાથી મેં તા. ૧૯મી ઓગસ્ટથી એક વર્ષની પગાર કપાત રજા લીધી, અને “આટા તેલ ઠીકરી જલતી હૈ” એ સ્થિતિમાં અમદાવાદમાં ગૃહસુત્ર મુકી કમ કસી - જેવા હું બહાર પડે; જેને પરિણામ એ આવ્યો કે, પ્રતાપ નાટકે મારા અભ્યદય ઉપર આવેલું કાળું વાદળ ખસેડી નાખ્યું; અને ઋણ મુક્ત કર્યો; દારિદ્રયને મારા ઘરમાંથી હાંકી કાઢયું. પ્રતિષ્ઠા સાથે પૈસાની પ્રાપ્તિ કરાવી;
ખે પણ જેમને સમાગમ દુર્લભ એવાં નામાંકિત નર નરવ સાથે સ્નેહ જેડાવ્યો તથા મારી પ્રખ્યાતિ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, મુંબઈ) ઉદયપુર, અને કાશી સુધી પ્રસારી. આજ સુધી એ નાટકની ચાર આવૃતિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.
પ્રતાપ નાટક સંબંધના પ્રત્યેક પ્રસંગની વિગત જણાવતાં એક નિબંધ રચવા જેવું થાય, જેમાં મારી આત્મલાધાનો દોષ આવી જાય એવા. ભયથી તે વિષે કશું લખવા હું નથી ઈચ્છતા, તો પણ ઈચ્છવા યોગ્ય નૃપતિ અને નામાંકિત નરોના પ્રસંગમાં આવતા મેં જે સાંભળેલું જેએલું તે દેખાવ લાંબો કાળ વિત્યા છતાં મારી નજરે તરે છે તેમાંનું કંઈક જણાવું છું; સન ૧૮૮૨ ના સપ્ટેબરની તારીખ ૨૩ મીએ ભરૂચમાં પ્રતાપ નાટ