________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
કનું વ્યાખ્યાન મેં આપ્યું ત્યારે સભાના પ્રમુખ રા. બા. ચુનીલાલ વેણીલાલ બોલ્યા હતા કે-“આજે કવિ ગણપતરામે આપણને તૃપ્ત ન થઈએ એવું તેમની વાણીનું અમૃત ચખાડયું, પણ તેમની વાણીના પ્રમાણમાં તેમનું શરીર બળવાન નથી, માટે ઈશ્વર તેમને એવા બળવાન બનાવો કે આપણે તેમની વાણીને પૂર્ણ સ્વાદ અનુભવીએ.” મુંબઈમાં તા. ૬ઠી અક્ટોબરે શેઠ લક્ષ્મીદાસ ખીમજીને હું મળ્યું, અને તેમના મિત્ર મંડળ સમક્ષ તેમના મકાનમાં ચારેક દિવસ રાત્રિએ અવકાશે એ નાટક સંભળાવ્યું તેથી એ એટલા પ્રસન્ન થયા કે, તેમણે ઉદયપુરના મહારાણા દીવાળી ઉપર મુંબઈ પધારવાના છે માટે ત્યાં સુધી મને બવા કહી અંતર ઉમ દાખી પ્રતાપ નાટકના બદલામાં મહારાણાશ્રી પાસેથી એક ગામ અપાવવા પોતાને ઉદ્દેગાર કાઢયે હતો. મહારાણ મુંબઈ આવી ન શકવાથી તા. ૨૨મી અકઅરે શેઠ લક્ષ્મીદાસે ભાટીઆ મહાજન વાડીમાં સભા મેળવી પ્રતાપ નાટકનું વ્યાખ્યાન અપાવી મને ઘણું સજજન સમાગમનો લાભ આપી સારું ઉત્તેજન મળે તેમ કર્યું હતું. આ સમયમાં સર મંગળદાસ નથુભાઈએ પિતાના વાલકેશ્વર ઉપરના બંગલામાં મને રાત રાખી મારું નાટક સાંભળી પ્રસન્ન થઈ સારું ઉત્તેજન આપ્યું હતું. શેઠ લક્ષ્મીદાસે એ સમયમાં ઉદયપુરના મહારાણાશ્રી સજનસિંહજી ઉપરનો પત્ર લખી આપી આગ્રહ કરી ઉદયપુર એ પછી મને મોકલ્યો હતો, ત્યાં મને સારું ઉત્તેજન મળ્યું હતું, પણ શેઠ લક્ષ્મીદાસને તેથી જોઈએ તેવી તૃપ્તી થઈ નહોતી. સન ૧૮૯૬ એપ્રીલમાં જે સમયે મેં લઘુભારત ભાગ ૧લો રચ્યો હતો તેવામાં ઈડરના ન્યાયાધીશ નડિયાદ નિવાસી કવિ મહાશંકર પીતાંબર, જે મારા મિત્ર હતા તેમના આગ્રહથી હું ઈડર ગયા હતા, તે સમયે ત્યાંના મહારાજા સર કેશરીસિંહજીના મેળાપમાં કાવ્ય વિનોદ કરતાં તે નામદાર ઉચ્ચર્યા હતા કે, “ગ્રંથ કર્તા કોઈ, અને નામ હેય બીજાનું હાલ એમ જોવાય છે. મેં પ્રતાપ નાટક પાંચ વાર વાંચ્યું છે અને તેના કર્તા તમેજ છો એવી મારી ખાત્રી થઈ છે.”-ઈત્યાદિ. મહારાજાશ્રીએ મને રૂા. ૧૦૦ રોકડાને શીરપાવ કર્યો હતે.
પ્રતાપ નાટક સંબંધના કાર્યથી પરવારી રહેવા આવતાં મેં સન ૧૮૮૩ ના નવેંબરમાં ગુ. વ. સોસાયટીની જાહેર ખબર ઉપરથી કચ્છ દરબાર તરફથી રૂ. ૩૦૦) ના ઇનામને-“આરેગ્યતા અને સ્વચ્છતા”નો નિબંધ નવ માસમાં લખી મોકલવાને છતાં મુદત પાસે આવેલી તેથી દોઢ માસમાં
૮૭