________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
લખ
66
,,
તેમને મને પેાતાની પાસે તેડી કરી વાત છેડી પાતાને વહેમ હતા તે સંબં ધમાં પૂછ્યું, પણ તેમને પથ્ય ન આવે એવું કહે મારી નાકરી જશે, કે મને પગારમાં નુકશાન થશે એ વાતનેા જરા પણ ધેાકા ન ધરતાં મેં સત્યજ નિવેદન કર્યું; પણ તેથી તેમનાં મનની તૃપ્તિ થઇ નહિ જેનું રિણામ એ આવ્યું કે સન ૧૮૭૯ના મે ની આખરે મારી બદલી રૂા. ૧૫) ના પગારમાં ખેડા જીલ્લાના કરમસદ ગામમાં થઇ. ભરૂચમાં મને એ. વખતે શ. ર૧) પગાર હતા અને રૂા. ૨૫) થવાની વકી હતી, એવામાં અજવાળામાં આવતા આ જીવ અંધારામાં ફેંકાયા. આ સમયમાં રા. સા. ગેાપાળજીના પ્રસંગીએ પણ એછે પગારે અનુચિત સ્થાને જઈ પડયાની પીડામાં આવી પડયા, અને તેમને પોતાને અધુરી મુદ્દતે પેન્સન . “ રીટાયર્ડ ” થવાની જરૂર પડી. મારે રાહુ સ્થાનમાં આવ્યા જેવું થયું, તેપણ હું નિસ્તેજ થયા નહિ, પણ ઘેાડા સમય વીત્યા પછી પાછે અજવાળામાં આવવાનું તપ આદરી બેઠે. કેળવણી ખાતા તરફની લેણાં દેણી મેં જોઈ લીધી, એથી અભ્યુદયને રસ્તા સરસ્વતી સેવનમાં જ જોયા. મારે ખરને માગ તેજ જણાયા, અને તેથી પ્રકાશમાં આવવા પ્રતાપ નાટક લખવા લક્ષમાં લીધું. એ નાટક લખવાની પ્રેરણા રા. સા. ગાપાળજીએજ કીધી હતી. એ વિષે પ્રતાપ નાટકની પ્રસ્તાવનાનાં પરિચ્છેદ - ચાર, પાંચ, માં જણાવ્યું છે. એટલે અત્ર તે વિષે કશું જણાવતા નથી. પ્રતાપ નાટકના પણા ભાગ કરમસદમાં લખી નિડયાદમાં મે તે પૂર્ણ કર્યું હતું. સન ૧૮૮૦ માં સપ્ટેમ્બરમાં મારી માંગણીથી મારી બદલી સરખે પગારે નડિયાદ બ્રાંચ નં. ૩ જાની નિશાળમાં થઈ હતી પણ રાહુની દશામાં ઉભું હશે તે પૂરું થવા ત્યાંથી સરખેજ પગારે ખેડાની નિશાળમાં સન ૧૮૮૧ ના એકટાબર આખરે, ખરે મને પૂણ દુ:ખી થવા ત્યાંના પહેલા આસિસ્ટટની જગેાએ મારી બદલી થઈ. આ બદલી મારી કોઇ પણ કસુર માટે નહિ પણ ખેડાની કન્યાશાળાના મહેતીની બદલી નડયાદ થવાથી તેમના સ્વામીની સગવડ નિડયાદમાં કરવા માટેજ કરવામાં આવી હતી; જે મારા.. ભાવીમાં ઉદ્યોત કરાવનારી હતી, છતાં તેને મેં મારા અભ્યુદયમાં પૂ અંધારૂં કરનારી જાણી. મારા પુત્રા નિડયાદમાં અંગ્રેજી કેળવણી લેતાં હતાં એથી મારૂં ગૃહસુત્ર મારે ત્યાંજ રાખવું પડયું અને જાતેજ ખેડામાં રહેવું પ્રાપ્ત થયું; આથી અદ્યાપિ સુધી બહુધા હાથે “રાટ મંથન” નહિ કરેલું. એવા હું બહુજ અકળાયા, અને તેથી શુભેચ્છુઓની સલાહ માની પ્રતાપ -
૮૫