________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
66
""
ગાઈ સંભળાવી હતી; જે સાંભળી અંગ્રેજી સ્કુલના સ્વદેશાનુરાગી, દેશાભિમાની માસ્તા ભારતવષઁની પૂર્વ કેળવણીને વૃત્તાંત સાંભળી મેટી હ ગર્જના કરી ઉટયા હતા. સભાધ્યક્ષ તુષ્ટિદાનમાં મને બંધાવવાની પાધડી હાથમાં લઇ એ વખતે ખેાલ્યા હતા કે,− તમારા ગુણના પ્રમાણમાં આ વસ્તુ નહિ. જેવી છે; તેાપણ ફુલ નહિ, ફુલની પાંખડી ગણી કબુલ રાખશેા. ” એ પછી મેળાવડા વિસર્જન થયેા હતેા. સન ૧૮૭૭ ના આર્કટેાબર માસની આખરમાં રા. સા. ગેાપાળજીભાઈનું ખેડા જીલ્લા ખાતે જવું થયું અને મને મારા ગ્રંથ સબંધમાં રૂા. ૨૦૦) ઉત્તેજન મળ્યું. એથી ભરૂચ જીલ્લાને. કેળવણી ખાતાના ઇતિહાસ ' છપાઈ પ્રસિદ્ધ થયા. સમય આવેજ ફળ પાકે છે, તેમ એ સમય પછી * લીલાવતી કથા માટે પણ થયું. રા. ખા. ચુનીલાલ વેણીલાલને તેમના પરિચયમાં આવ્યા પછી એ કથા મેં જોવા આપી હતી; તેમણે તે પ્રસિદ્ધ રીતે વંચાવવા સભા ભરી એજ વના નવેઅરમાં મારી લીલાવતી કથાને પ્રસિદ્ધિમાં આણવા ઉત્સાહ દર્શાવ્યા, જેનું પરિણામ બહુ સારૂં આવ્યું. ભરૂચમાંથી એ કથાને સારૂ અનુમેદન મળ્યું, તેમજ મુંબઈના નામાંકિત નરા રા. બા. ચુનીલાલભાઈના મિત્રા, ડીસેબરમાં નાતાલ ટાંકણે ભરૂચ આવ્યા હતા તેમના તરફથી પણ સારૂં ઉત્તેજન મળ્યું. કચ્છના દિવાન રા. બા. મણિભાઇ જશભાઇને વિનંતીપત્ર લખવાથી ત્યાંથી પણ જોઇએ તેવું ઉત્તેજન મળ્યે, તેમજ ખીજેથી પણ ઠીક ગ્રાહક મળી આવ્યા; આથી એ ગ્રંથ છપાવવાને જોગવાઇ મારાથી થઈ શકી. આ પ્રમાણે મારા કાર્યોના ઉદયકાળ થતાં હું સન ૧૮૭૭માં ભરૂચ જીલ્લાના કેળવણી ખાતાને ઇતિહાસ અને સન ૧૮૭૮ માં લીલાવતી કથા પ્રસિદ્ધ કરી શકી કંઈક પ્રસિદ્ધિમાં આવી શક્યા, તથા અનેક સુન જતાના હૃદયમાં પ્રેમથી વસી શક્યા. નામાંકિત નરમણી દિવાન બહાદુર મણીભાઈ જશભાઈના અંતરમાં પણ અપરિચિત લાંબે અંતરે છતાં એ વખતથીજ વસ્યા, સમય જતા ઘણાજ હસ્યા, એવા કે તેમના અવસાન સુધી ખસ્યા નહિ. તેમના. છેલ્લા મંદવાડ સમયે સંવત્ ૧૯૫૬ના ફાગણ માસમાં હું તેમને જોવા પેટલાદ ગયા હતા ત્યાં એ દિવસ રહી તેમની આજ્ઞા લેવા હું તેમની પાસે ગયા ત્યારે તે પોતાની પાસે બેઠેલા સ્વજ્ઞાતિ નાગર મ`ડળ પ્રત્યે ઓલ્યા હતા કે—
“ જીવતાને કાઈ જાણતું નથી, પણ મુઆ પછી તેના ગુણ ગવાય.. છે. આ કવિ છે, હમણાં એ બહુની જાણમાં નથી, પણ પાછળથી ગુજ
૮૩