________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
- આપીશું. તા. ર૮મી રવિવારે સાયંકાળે હું સમાજમાં ગયે, ત્યાં ક્રમ પ્રમાણે સમાજનું કામ ચાલવા દેવાનું કહી પછી મેં બોલવાનું રાખ્યું. એ વર્ષમાં અષાડ માસ વીત્યા સુધીમાં વર્ષાદ નહિ થયેલે તેથી તે સંબંધમાં ઈશ્વર પ્રાર્થનાની કવિતા રચી હતી. એ સમયે તે સંભળાવતાં સમાજ બહુજ પ્રસન્ન થયા અને મારા પર પ્રેમ દર્શાવ્યો. પ્રમુખે પછી વર્ષાદ સંબંધમાં ઈશ્વર પ્રાર્થના કરવા માટે જનસમાજ તા. ૧૯ મી ઓગસ્ટ સંવત ૧૯૩૩ શ્રાવણ સુદિ ૧૧ રવિવારે મેળવવા ગોઠવણ કરી, તે મેળામાં વાંચવા નવી પ્રાર્થના રચી લાવવા ચીઠ્ઠી લખી મને વિનતિ કીધી હતી. શ્રાવણ સુદિ ૧૧ રવિવારે શહેરના નામાંકિત નરે, સંભાવિત ગ્રહસ્થ તથા બીજાઓને મેટે મેળો મળ્યો હતો, જેમાં પ્રાર્થના સમાજના સેંબરો તથા અન્ય જન પણ હતા. અનેક ઉત્સાહી ગદ્ય પદ્યમાં પ્રાર્થના રચી લાવ્યા હતા, અને સભાનું પ્રમુખસ્થાન રા. બા. ચુનીલાલ વેણીલાલ ડેપ્યુટી કલેકટરે દીપાવ્યું હતું. એ સમયે ઈશ્વર પ્રાર્થનાનું લાંબું ભાષણ પ્રમુખના સુપુત્ર મોતીલાલ ચુનીલાલ હાલ જેઓ ભરૂચ મ્યુનિસીપાલીટીના પ્રેસિડેન્ટ અને તે સમયે ટ્રેઝરી ઓફીસના હેડ એકાઉન્ટેટ હતા તેમનું હતું; કવિ દલપતરામ દુર્લભરામે, પ્રાર્થનાની કવિતા સુકઠે ગાઈ સંભળાવી હતી તથા બીજાઓએ પણ સમયાનુસાર ભાષણ કર્યા હતાં. સર્વ બેલી રહ્યા પછી પ્રમુખને અપરિચિત એ, તે વખતમાં ચોથિયા તાવથી તવાયલે હું બોલવા ઉભો થયે.મારી કવિતારૂ૫ પ્રાર્થના સાંભળી શ્રોતાઓ બહુ પ્રસન્ન થયા; જેમાં સભાધ્યક્ષ ઉપર તેની ઘણી અસર થઈ. આથી તેમણે મારી પાસે બેઠેલા પિતાના શિરસ્તેદાર રે. રા. હરિનારાયણ બાપુરામ જે મારા જ્ઞાતિબંધુ અને સંબંધી હતા, તેમને ભારે વિષે પૂછ્યું; જેમણે તે વિષે ખુલાસે કરતાં ઉભા થઇ ખુલ્લા અંત:કરણથી ભાષણ કરતાં તેઓ બોલ્યા કે–“અહિં બહુ પ્રાર્થનાઓ
લાઈ પણ પ્રભુ જે સાંભળી પ્રકટ થાય અને તેમના અંતરમાં ઉતરે એવી પ્રાર્થના મહેતાજી ગણપતરામની છે, આપણ ચર્મચક્ષુથી ઇશ્વરને જોઈ શકાતા નથી, પણ આ ગણપતરામની પ્રાર્થના સાંભળવા પ્રભુ અત્ર પધારેલા હોવા જોઈએ, અને તેથી આપણે ખુરશીઓ અને બાંક ઉપર બેસી એ પ્રાર્થના સાંભળી એ અઘટિત કીધું છે. ખરી રીતે તે એ છે કે એ પ્રાર્થના આપણે સર્વેએ ઉભા રહી હાથ જોડી સાથે ઉચ્ચારવી જોઈએ, છાપેલી તેની પ્રતે આપણી પાસે નથી તેથી તેમ થઈ શકતું નથી. એ દિલગીર થવા જેવું છે, તે પણ આપણું ભુલ સુધારવા હવે બેઠકો ઉપરથી