________________
ગ્રંથકાર ચરિત્રામલી
તેમને બતાવી તે ઉત્તેજન મળવા શું કરવું તે વિષે પૂછ્યું: તેમણે એ કથા અવકાશે અવલેટિક ઇન્સ્પેક્ટર સાહેબ તરફ માકલી ઉત્તેજન મળવા અરજી કરવા પત્રદ્વારે જણાવ્યું, પણ તેમ કરી જોવાના પરિણામ નિષ્ફળતામાંજ આવ્યા; એ પછી સન ૧૮૭૫ માં પરિક્ષા માટે તેમનું દહેજ આવવું થયું ત્યારે મે તેમને પૂછ્યું કે, હવે હું શે। વિષય લખું કે સરકારમાંથી ઉત્તેજન મળે ? તેમણે વિચારી ઉત્તર આપ્યા કે, કેળવણી ખાતા સંબંધમાં કવિતારૂપ ઇતિહાસ લખા એમાં બુક કમીટીને વાંધે કાઢવા જેવું કશું નહિ આવે. વળી એ વિષય નવાજ ગણાઈ એને કેળવણીખાતા તરફથી ઉત્તેજન મળશે. મેં આ સૂચના સાંભળી કહ્યું કે, એ વિષય કવિતામાં મારાથી લખી નિહ શકાય. વિષય કવિતા ગ્રહણ કરે એવા ોઇએ. એ વિષયમાં કવિતા રસયુક્ત રચાય નહિ, અને જેમાં રસ ન આવે તે કવિતા કહેવાય નહિ. આ પ્રમાણે સમજાવી મેં કહ્યું, તેપણ યત્ન કરી જોવા મને તેમણે આગ્રહ કર્યાં હતા, તથા એક બે વાર મળવું થતાં તે વિષે ટાકણી કરી વખત વીતતાં મેં એ કામનેા આદર કર્યો હતા. તા. ૫મી ઑગસ્ટ સન ૧૮૭૫, સંવત્ ૧૯૩૧ ના શ્રાવણ સુદિ ૪ ગુરૂવારે દહેજમાં દેવલાક પામ્યા. પરલોક ગમન પહેલાં પહેારવારજ તેમણે મને પેાતાની પાસે ખેલાવ્યા, અને ખાટલામાં ખેઠા થઈ લાકડીના ટેકા રાખી સ્થિર રહી પ્રસન્ન મુખમુદ્રા કરી ખેાલ્યા કે—
આ
હતી; એથી થોડા સમયમાં મારા પિતા
“ ગણપત ! આજ હું બહુ પ્રસન્ન છું! તારા ઉપર બહુ પ્રસન્ન છું !! તે મારે માટે બહુ કર્યું છે. ખાપ માટે તારા જેવું કરનાર ઘેાડાંજ હશે. આજ તને આશિષ આપું છું કે, તારૂં કોટિ કલ્યાણ થળે ! '' ઈત્યાદિ. આમ છેલ્લો આશિર્વાદ આપ્યા પછી રાતના સાડા સાત વાગે તેએ નિર્વાણ
પામ્યા હતા.
સન ૧૮૭૬ ના ડિસેમ્બર આખરે દહેજથી મારી બદલી ભરૂચમાં નં. ૩ ની નિશાળમાં થઈ, ભરૂચમાં પ્રસિદ્ધિમાં આવવાને મને પ્રથમ પ્રસંગ મત્સ્યેા. એ યાગ એવી રીતે આવ્યા કે, એ શહેરમાં નાના પાયા ઉપર પ્રાર્થના સમાજ ચાલતા હતા, તેના પ્રમુખ રા. રા. સુરજરામભાઈ ભાગવ બ્રાહ્મણ, જે એ શહેરમાં રેજીસ્ટ્રાર હતા તેમને મેં તા. ૨૮ મી જુલાઇ સન ૧૮૭૭ શનિવારે ચીઠી લખી જણાવ્યું કે—રવિવાર આપને ત્યાંનું પ્રાર્થનાદિનું કામ પત્યા પછી મને કઇક ખેાલવા અવકાશ આપશે કે શી રીતે ? મને ઉત્તર મળ્યા કે ઘણી ખુશી સાથે આપને પહેલી બેગવાઇ
૮૦