________________
ગ્રંથકાર ચરિત્રાવલી
હેઠે બેસી જઇ ગણપતરામને આપણી વચ્ચે બેસાડી હાથ જોડી પ્રભુનું ધ્યાન ધરી જાણે આપણેજ પ્રાર્થના કરતા હોઇએ તેમ એ પ્રાર્થના કરી વહેંચાવવી. આ પ્રમાણે અધ્યક્ષના કહેવા પછી તેમ કરવામાં આવ્યું હતું; એવામાં કાઇએ તેમને કહ્યું કે, ગઇ વખતની પ્રાર્થના આ કરતાં ઉતરે એવી ન હતી. આ ઉપરથી તે પ્રાર્થના પણ કરી વંચાવી હતી. સભાધ્યક્ષ રા. બા. ચુનીલાલે એ પછી મારી પ્રાર્થનાની નકલ કરી તેમને આપવા ઇચ્છા જણાવી. દર રવિવારે અવકાશે પેાતાને ત્યાં આવવા મને મીઠા મેલેામાં કહ્યું હતું. ત્રીજી પ્રાર્થના રચાતી હતી એવામાં વર્ષાદે લીલાલહેર કરવાથી તે પ્રાના, ઈશ્વરનેા ગુણાનુવાદ તથા તેનેા ઉપકાર કૃષ્ણાષ્ટમીની સભામાં વાંચ્યા હતા. સંવત્ ૧૯૩૪ આષાઢ સુદિ ૧૧ના દિવસે એ વમાં સવેળા દાદ સાંભળી પર્જન્યપ્રેર્યા સંબંધમાં ઉપકાર સ્તવન ગાયું હતું. કોઈ પણ સભા પ્રસંગે હું ખેલવાને હું એમ જાણતા તે ત્યાં રા. બા. ચુનીલાલ અવશ્ય પેાતાની હાજરી આપતા હતા. વર્ષાદ સબંધની ઇશ્વર પ્રાથનાની એક નાની ચાપડી તે વખતની લખેલી મારા લેખામાં ગણવા જેવી છે.
સન ૧૮૭૭ ના અકટોબરમાં રા. સા. ગેાપાળજી ડે. એ. ઈ. ની ખલી ખેડા છઠ્ઠામાં થવાથી તે ત્યાં જવાના હતા, તેવામાં ભરૂચ જીલ્લાના ઘણાખરા મહેતાજીએ મળવા-ભેટવા ભરૂચ આવ્યા હતા. એવામાં તે તેમના મકાનમાં મહેતાજીનું થેડું મંડળ બેઠું હતું તે વખતે રા. સા. ગોપાળજીએ સુચવેલા કેળવણીને કવિતારૂપ ઇતિહાસ જેને મેં ‘ભરૂચ જીલ્લાના કેળવણી ખાતાના ઇતિહાસ” એવું નામ આપ્યું હતું તેમાંને અમુક થાડા ભાગ વાંચી સભળાવ્યા. જેની અસર રા. સા. ગોપાળજી ઉપર એવી થઇ કે, તેથી તેમને હર્ષાશ્રુ આવ્યા અને તેથી તેએ ગદગદ સ્વરે ખેલ્યા કે—“ગણપતરામ ! હું ગરીબ છું; જો રાજા હેાત તો તમારી કવિતા એવી છે કે, એક ગામ આપત ! તેપણ મારી ગુજાસ પ્રમાણે હું તમને રૂા. ૨૦૦) આપીશ તે સ્વીકારજો.” આ વખતે ભરૂચના તાલુકા માસ્તર મગનલાલ હરિભાઇ ત્યાં હતા તેમણે કહ્યું કે, “ અમેા સર્વ મહેતાજીએ એ પુસ્તકના ગ્રાહક થઈ ઉત્તેજન આપીશું માટે આપે એમ કરવાની જરૂર નથી.” આ પછી તા. ૧૫ અકટોબરને દિવસે ભરૂચની મુખ્ય નિશાળમાં મહેતાજીએ તથા શહેરના સંભાવિત ગ્રહસ્થાની સભા ભરવામાં આવી, જેમાં અંગ્રેજી સ્કુલના માસ્તરા આદિ પણ હતા. પ્રમુખપદ એ સભામાં રા. બા. ચુનીલાલ વેણીલાલને આપવામાં આવ્યું હતું; જે વખતે મેં પ્રાચીન કેળવણી સંબંધની કવિતાએ
66
૮૨
""