________________
ગણુપતરામ રાજારામ ભટ્ટ
માટે કશું લખતા નથી. ચાવડા ચરિત્ર કાવ્ય મારી કવિતાની છાપને સ્વાતિજળ જેવું, કાવ્ય વાટિકાને મધાની વૃષ્ટિ જેવું તથા નવેાઢાને રસિક રમણ મળ્યા જેવું થઇ પડયું. હું ખરૂં કહું છું કે, એ કાવ્યે કરી મારી કવિતાવેલી ખીલી. એ સમયથી તેનું રૂપ બદલાયું અને ગજરેલ સરાણે ચઢાવ્યા જેવા ચમત્કાર એ પછી અનુભવાયા.
ચાવડા ચરિત્રની ચૂટકી લાગ્યા પછી સંવત ૧૯૨૭ માં મેં શ્રાવક લાકના ભાજકને મુખે સાંભળેલા લીલાવતીના રાસ ઉપરથી છંદોબદ્ધ “લીલાવતી કથા” રચી, જે મારા ગ્રંથામાં જનપ્રિય ગણાઈ છે, એ કથામાંના આત્મજ્ઞાને પ્રદેશ ” પરથી થતી મારી પરિક્ષા જોવા તે વૃદ્ધ ડોશીએને સંભળાવ્યા હતા, જે સાંભળી તેમનાંમાં મારે વિષે ગુરૂ જેવી ભાવના સ્ફુરેલી મેં જોઈ હતી.
લીલાવતી કથાને પ્રસિદ્ધિમાં લાવવા, એ દ્વારે મારૂં દારિદ્રય દૂર કરવા મેં મનમાં ઘણાં ઘણાં હવાઈ કિલ્લા ચણ્યા, પ્રયત્ન કરી જોયા પણ કશું વળ્યું નહિ. વય, વસિલા અને વિખ્યાતી નહિ એવાનું નજ વળે એ સિદ્ધાંત પાકા કરી મેં એ વિષે પાંપળાં કરવાં પડયાં મૂક્યાં–એવામાં ૧૮૭૧ ના જુલાઇ માસમાં ભરૂચ જિલ્લા ખાતે રા. સા. ગેાપાળજી ગુલાબભાઇ દેશાઈ સબ ડેપ્યુટી થઈ આવ્યા. પાછળથી તેએ ડેપ્યુટી થયા હતા. તેમણે આવતાં વારને પોતાના રાપને કેારા મહેતાજીએ ઉપર માટી ચાંપથી ચલાવવા માંડયા. મારે ને તેમને એક વાતમાં મતભેદ પડવાથી બંન્નેની તકરાર ઈન્સ્પેક્ટર સુધી ગઇ. મેં સત્ય વાત અર્થ દ્વારા ઇન્સ્પેક્ટર સાહેબને જણાવવા ઉપરીના ભયથી ન ડરતાં મનનું સાચ્ચુ સ્વાતંત્ર્ય દર્શાવ્યું, તેમ તેમણે પેાતાના સામે માથું ઉંચકનારને નોકરીથી દૂર કરી પોતાના કામને માગ મેાકળા કરવા ડૉક્ટર જી. ખુલર, એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને વિનંતી કીધી; જેમાં બંન્નેને શાંત પડવાના ન્યાય મળ્યેા હતેા. આ તેાફાની ગડગડાટ એક ખીજાને જાણ્યા પ્રીયા પહેલાંજ થયા હતા અને તેથીજ પાણીમાં રહેવું અને મગર સાથે રેશાં ” જેવું જોઈ તેમના તાબામાંથી છુટવા મેં વિચાર્યું હતું. પણ પછી મારૂં તેમને મળવું થતા અન્યાન્યે એક ખીજાને ઓળખી લીધા હતા. તાપણુ મારી નિશાળની પરિક્ષા તેમને હાથે ઠીક ન ઉતરવાથી મારા પગાર રૂા. ૨૦) થયા હતા, તે પરિક્ષા પછી રૂા. ૧૫) થયેા. વખત જતાં મારી શુદ્ વૃત્તિ અને નિર્દોષ સ્વતંત્ર સ્વભાવ જોઇ મારી સાથે તેમને સ્વાભાવિક સ્નેહ થયા, ત્યારે મેં મારી લીલાવતી કથા”
७८
66