________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
ચમાં સંગ્રહસ્થાન ઉઘડવાનું હતું, તે જોવા હું ત્યાં ગયો હતો, તેવામાં દુર્દવે જગે ગુમડું થઈ આવવાથી સંગ્રહસ્થાન જેવાને જગ આવ્યો નહતો, તોપણ બહારની બધી રચના જોઈ હતી. સંગ્રહસ્થાન વિષે ત્રીશ પૃષ્ટ “ બુદ્ધિપ્રકાશ” નાં ભરાય એવો નિબંધ રચનારને રૂા. પ૦) નું ઇનામ આપવાની જાહેર ખબર એ વખતે એજ્યુકેશનલ ઇન્સ્પેકટર કર્ટિસ સાહેબે બહાર પાડી હતી. દહેજ આવ્યા પછી તે નિબંધ મેં આઠ દિવસમાં રચી મોકલ્યો હતો, પણ તેનું ફળ મને પ્રાપ્ત થયું નહોતું. દહેજમાં ભરૂચનાં કલેકટર સાહેબને મુકામ આવે ત્યારે એ નિબંધ તેમના કચેરી મંડળ આગળ વાંચવા જોગ આવવાથી મેં તેમની કવિતાઓ સંભળાવી જેથી શ્રોતા મંડળ ખુશ થયું હતું, પણ મને એ નિબંધનું ફળ નહિ મળેલું જાણી જ્ઞાતા પુરૂષો આશ્ચર્ય પામ્યા હતા, પણ એમાં આશ્ચર્ય જેવું હતું નહિ, કેમકે નિબંધ સંગ્રહસ્થાનને લગતી હકિકત, તેનો પૂર્વાપરને ઈતિહાસ જાણવાને હેતુને માગ્યો હશે અને મેં તે જે જેએલું તે ગદ્યપદ્યમાં લખ્યું હતું. વીસ વર્ષની ઉમર સુધીમાં એટલે કાચી વયમાં હું - ઈખર સરભોણમાં મહેતાજી તરીકે રહેશે ત્યાં આસિસ્ટટોમાં મારું વજન પડેલું તથા ગામ લોકના મનમાં મારી સારી છાપ પડેલી મેં જોઈ હતી. વયોવૃદ્ધ ડાહ્યા પુરૂષો મારી કવિતા આદિના વાંચનથી ચહાતા અને માન આપતા હતા, તથા જુવાનિયા મારા ઉપર સારો સ્નેહ રાખતા હતા. દહેજ ગામમાં આવ્યા પછી પણ તેવુંજ જોવાયું, અને ત્યાં વિશેષ રહેવું થવાથી ગામના લોકોને તથા ગામના ઠાકોરને બહુ સ્નેહ થયો હતે.
જો કે ટ્રેનીંગ સ્કુલમાં મને ઉંચી કેળવણી મળી નહોતી, તે પણ નોકરી મળ્યા પછી અભ્યાસી જેવી જીંદગી ગુજારી હું મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરતો રહ્યો હતો. જેમાં સંસ્કૃત તથા અંગ્રેજીનો અભ્યાસ કરતે, કવીશ્વર દલપતરામની “ બુદ્ધિપ્રકાશ” માં આવતી કવિતા મોટી મીઠાસથી વાંચ, તથા પ્રેમાનંદ શામળ આદિ પ્રાચિન કવિવરેનાં કાવ્ય અને બીજા સારા લેખકોનાં ગદ્યપદ્ય પણ વાંચતે હતે. દહેજમાં મારું મન ઉદ્વિગ્ન રહેતું હતું. માથે પિતાનું ઋણ, પહેલી વીશીમાં સંસારની જાળમાં ગુંથાવું, જેમાં બે પુત્રની પ્રજા થઈ હતી, તથા કમાણીને માર્ગ બહુ સાકડો હવે, એથી દુસ્તર સંસાર શી રીતે તરાશે એ વિષેના વિચારની હારમાળા ઉદ્રગ્નતાનું કારણ હતી.મનની આવી સ્થિતિ ચાલતી હતી તેવામાં દહેજમાં પૂર્વાપર નહિ અનુભવેલો એવો ભીષ્મ (ભયંકર) ગ્રીષ્મકાળ કાળજું ઉથલ
૭૭.