________________
ગ્રંથકાર ચરિત્રાવલી
જે રાજકોટ ટ્રેનિંગના પ્રિન્સિપાલ અને જુનાગઢ કેળવણી ખાતાના ઉપરી આધકારી થયા હતા તે હતા. હું રમતો રમવાનો છંદી નહતો, પણ તે જોવાનો બહુ રસિ હતો. ગિલ્લી દંડા, ભમરડા તથા લખોટીઓની રમત માત્ર હું જોતો, પણ રમત નહિ; તે પણ સારા રમનારના દાવ ખેલ દેખી બહુ ખુશ થતા, મારા મોટા માસી માનબાઇનો પ્રેમ મારા ઉપર બહુ હતું, અને તેમનો પુત્ર રામચંદ્ર જે મારાથી વર્ષ મોટો હતો ને મારે બાળપણને સાથી હત; તે પણ કવિતાને શકિન હત; બેઠી બાંધણીની કુહલ (કૌતુહલ) ઉપજે એવી કવિતા તે બનાવતો, જે પાંત્રીસેક વર્ષની વયે કાળવશ થયા હતા.
સૂરત ટ્રેનિંગમાં હું દશ માસ રહ્યો, જ્યાં નિબંધે રચી વાંચવાને ધારે હેડમાસ્તર નંદશંકર તુળજાશંકરે કાઢયો ત્યારે તેમના માન્યા પ્રમાણેનો “ સુલેહ ” વિષે નિબંધ મેં લખી વાંચ્યું હતું, તેથી તેઓ પ્રસન્ન થયા હતા; વાર્ષિક પરિક્ષા વખતે ઈન્સ્પેકટર ટી. બી. કટિંસ ભારે મુખે કવિતાને મુખ પાઠ સાંભળી એવા તાનમાં આવી ગયા હતા કે, પરીક્ષા વખતે બેઠેલા સભ્ય રા. સા. મોહનલાલ રણછોડદાસ આદિએ પિતાના મુખે રૂમાલ ધર્યા હતા. એ સમયના અભ્યાસનાં ધારણ હમણાના જેટલાં ઉંચા નહોતાં. એવી ઉઘડેલી નિશાળોમાં–મહેતાજીઓની તાણ ઘણી હતી, તેથી પ્રાથમિક શાળાઓને યોગ્ય શિક્ષક તૈયાર કરી નોકરી આપતાં હતા. આ કારણથી જોઈએ તેવી ઉંચી કેળવણીને લાભ મને મળે નહિ.
મહેતાજીની નોકરીમાં હું તા. ૧ લી જુન સન ૧૮૬૬ માં જોડાયો. આમોદ તાલુકાના ઈખર ગામમાં રૂા. ૧૫)ના પગારમાં મહેતાજી થયા, ત્યાંથી વર્ષ દિવસમાં એજ તાલુકાના સરભોણ ગામમાં મારા વતન પાસે રૂા. ૧૮) માં બદલી થઈ, અને ત્યાંથી સન ૧૮૬૮ના નબરમાં રૂા. ૧૫) માં દહેજ બંદર બદલી થઈ. પગારની વધઘટનું કારણ ઉપરીની કદરદાની અને શાળાની સ્થિતિને અવલંબી રહ્યું હતું. આ વિષે વિવેચનની અત્ર જરૂર નથી. મુખ્ય ડેપ્યુટી રા. સા. મેહનલાલ રણછોડદાસે ઉન્નતિમાં આપ્યો, અને તેમના પછીના આસિસ્ટંટ ડેપ્યુટી પ્રાગજી વલ્લભભાઈએ અવનતિમાં તાણ્યો. દહેજ ગામ મારા વતનથી દૂર દરિયા પાસે એકાંતમાં હતું, ત્યાં જવાથી હું અશાંત થયો હતો, અને મારું મન શોક નિમમ મારી દૈવ્ય સ્થિતિને લીધે હતું. એવામાં એ વર્ષના ડિસેમ્બર માસમાં ભરૂ